અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહેલા એક ટ્રકમાં ખીચોખીચ ભરેલા ઘેટાં-બકરાને બે જાગૃત ઈસમોએ ઝડપી પાડ્યા હતાં. જેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસમથકમાં કરવામાં આવતા પોલીસે કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતમાંથી ટ્રકોમાં પશુઓને ખીચોખીચ ભરીને કતલ ખાને લઈ જવાતા હોય છે. જેને પોલીસ અથવા જીવદયા પ્રેમીઓ દ્વારા પકડી પાડવામાં આવે છે. ત્યારે ગત રોજ એકતા સંગઠનના કાર્યકતા અજિત રાધેશ્યામ માલપાણી અને તેમના મિત્ર સાથે સરદાર બ્રિજ પરથી ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતાં. તે સમયે તેમની આગળ જઈ રહેલા ટ્રકમાં કોઈ વસ્તુ શંકાસ્પદ રીતે ભરી હોય તેમ માલુમ પડ્યું હતું. જેથી તેમણે ટ્રકચાલકને ટ્રકને રોકવતા તેણે ટ્રકને સાઇડ પર ઉભી રાખતા તેમણે ટ્રકની પાછળ ચેક કરતા તેમાં ખીચોખીચ ઘેટાં અને બકરા ભરેલા જેમને હવા ઉજાસ અને પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરી ક્રૂરતાપૂર્વક ભરેલા નજરે પડ્યા હતાં.આ મામલે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા જ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી ટ્રેકમાંથી ઘેટાં નંગ 159 અને બકરા નંગ 09 સલામત રીતે બહાર કાઢ્યા હતાં. પોલીસે એક ઘેટાની કિંમત રૂ.3000 ગણીને રૂ.4,77,000 અને એક બકરાની કિંમત રૂ.4 હજાર ગણીને રૂ.36 હજાર અને ટ્રકની કિંમત રૂ.5 લાખ મળીને કુલ રૂ.10,13,000નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી ટ્રકચાલક મહોમદ ફૈઝન મહોમદ ફકીર ઘાંચી, ક્લીનર આસિફ હુસેન નિઝામુદ્દીન શેખ અને મહોમદ સમીર, મહોમદ સલીમ કુરેશીને ઝડપી પાડીને તેમની સામે પશુ ઘાતકીપણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના નેશનલ હાઈવે પરથી ઘેટાં બકરાથી ખીચોખીચ ભરેલી ટ્રક સાથે ત્રણ ઈસમો ઝડપાયા; પોલીસે કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Views: 187
Read Time:2 Minute, 23 Second