વાલીયા નેત્રંગ રોડ ઉપર ચમારિયા ગામના પાટિયા નજીક માર્ગ પર જાનવર આવી જતાં પિકઅપ વાન વૃક્ષને અથડાયા બાદ પલટી જતા મધ્યપ્રદેશના 9 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.મધ્યપ્રદેશના નેવાલી તાલુકાના જામનીયા ગામના રોવિન સોનારિયા બોલડે અન્ય 17થી વધુ શ્રમિકો સાથે મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર(MP-10.G-3141)માં સવાર થઈ મધ્યપ્રદેશથી જંબુસર ખાતે ઈટોના ભઠ્ઠા પર જઈ રહ્યા હતા, જે દરમીયાન વાલીયા-નેત્રંગ રોડ ઉપર આવેલા ચમારિયા ગામના પાટિયા પાસે માર્ગ ઉપર જાનવર આવી જતા તેને બચાવવા જતાં પિકઅપ વાન ઝાડ સાથે અથડાયા બાદ માર્ગ પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 15થી વધુ લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે પ્રથમ વાલીયા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 9 લોકોની હાલત ગંભીર જણાતા તેઓને 108 મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત અંગે વાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના શ્રમિકોની પિકઅપ વાનને વાલિયાના ચમારિયા ગામ નજીક અકસ્માત નડ્યો, 15થી વધુ લોકોને ઇજાગ્રસ્ત…
Views: 79
Read Time:1 Minute, 28 Second