અંકલેશ્વર અને ભરૂચને જોડતાં નેશનલ હાઇવે નંબર 8ની ઉપર દશા બેઠી હોય તે રીતે વાંરવાર અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે. આજે બપોરે વધુ એક સરકારી એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર વધી રહેલા અકસ્માતના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી છાપરા પાટિયા સુધી 40 કિમીની ઝડપે ગાડી ચલાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જ્યારે એસટી વિભાગે પણ તેમની સરકારી એસટી બસોના દરેક ડેપોમાં સર્ક્યુલર ફેરવી અહીંયાંથી પસાર થવા 40 કિમીની ઝડપે જવા માટે નિયમન કર્યું છે. તેમ છતાંય અમુક બસના ચાલકો બેફિકરાઈ પૂર્વક પોતાની બસ ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે.આજે બપોરના સમયે પણ અંકલેશ્વર નજીક એક બસના ચાલકે ફુલ સ્પિડે ચલાવી ડિવાઇડર ઉપર ચઢાવીને અકસ્માત સર્જ્યો હતો. બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતાં. જોકે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ ઉપર વધુ એક એસટી બસને અકસ્માત નડ્યો; સદનસીબે મોટી જાનહાની ટળી
Views: 48
Read Time:1 Minute, 38 Second