૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના આદેશો અનુસાર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ ધ્વારા ગ્રામ પંચાયત કચેરી, પોલીસ સ્ટેશનો, જેલો, સ્થાનીક સંસ્થાઓ, વૃધ્ધાશ્રમો વિગેરે જગ્યાએ કાનુની સેવા/સહાય કેન્દ્રોની સ્થાપના માટે, તેમજ સમગ્ર જીલ્લામાં કાનુની સેવા કાર્યક્રમોના આયોજન તથા કાનુની જાગૃતીના પ્રચાર-પ્રસાર અને સમાજના જરૂરીયાત મંદ લોકોને વિના મુલ્યે કાનૂની સહાય તથા સલાહ મળી રહે તથા લાભાર્થી અને વિવિધ સ૨કારી યોજનાઓ વચ્ચે કાનુની સેવા સંસ્થાઓ સેતુ બની કલ્યાણકારી યોજનાઓનો લાભ હાંસીયામાં ધકાયેલા લોકો સુધી પહોંચાડી શકે તે તંતુસર આમુખમાં વંચાત્રે લીધેલ સ્કીમ મુજબ પેરા લીગલ વોલન્ટીયર્સ (કાનુની સહાય સ્વયંસેવક) તરીકે સેવા પુરી પાડવા માટે તે પદે નિમણૂંક કરવાની હોય, તે અર્થે રસ ધરાવતાં સોશીયલ વર્કના અભ્યાસક્રમ સાથે જોડાયેલ વિધાર્થીઓ તથા શિક્ષકો, અન્ય અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ અને ખાસ ક૨ીને કાયદાના વિદ્યાર્થી (જાં સુધી તેઓ વકીલાત માટે એનરોલ ન થયા હોય ત્યા સુધી), આંગણવાડી કાર્યકરો, મહીલા ગ્રુપ/મૈત્રી સંગમ સખી મંડળ અને અન્ય એવા મંડળો કે જેમાં હાંસીયા ધૂકાયેલા તથા નિર્બળ–સંવેદનશીલ વર્ગનાં વ્યકિતઓ સામેલ હોય, શિક્ષિત કેદી કે જેનો સારો વ્યવહાર હોય અને લાંબા સમય ની સજા પામેલ હોય, નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો, સરકારી કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો, ડોકટર્સ/ચિકિત્સકો/તબીબો, નોન પોલીટીકલ NGO ના સભ્યો, વિગેરે લોકો કે જે સ્વેચ્છા પૂર્વક રસ ધરાવતા હોય, તેઓએ જરૂરી ફોર્મ્સ તથા વિગત અત્રેની કચેરીએથી તથા તાબા હેઠળની તાલુકા કાનુની સેવા સમિતિ ખાતેથી મેળવી તેમજ નિમણૂંકની વધુ માહીતી માટે પણ જેતે કચેરીનો જ સંપર્ક કરવો. વકીલશ્રી, રાજકીય સંગઠનો સાથે સક્રીય સ્વરૂપે જોડાયેલ વ્યકતિઓ/એન.જી.ઓ / સંસ્થાઓ, કોઈપણ ફોજદારી ગુન્હામાં દોષીત ઠરેલ વ્યકતિ અથવા જેની સામે તેવા ગુનાની ઈન્સાફી કાર્યવાહી ચાલુ હોય તેવી વ્યકતિ કોઈપણ દીવાની અદાલત ધ્વારા નાદાર જાહેર કરાયેલ અથવા નાદારી નોધાવેલ હોય તેવી વ્યકતિ, કોઈપણ વ્યકતિ કે જે શારીરીક અથવા માનસીક રીતે પી.એલ.વી ની કામગીરી કરવા અસક્ષમ હોય, કોઈપણ વ્યકતિ કે જેની પ્રવૃતિ ઉપરોકત વંચાણે લીધેલ સ્કીમના હીતને તથા પી.એલ.વી તરીકેના હોદ્દાને નુકસાનકારક હોય તેવી નિમ્નલીખીત વ્યક્તિઓ પેરા વોલન્ટીયર્સ તરીકે અરજી કરવા પાત્ર રહેશે નહી એમ અધ્યક્ષશ્રી, જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.