સર્કિટ હાઉસ ના હોલ માં મોટી સંખ્યામાં પત્રકારો,વરિષ્ઠ પત્રકારો,પ્રદેશ હોદ્દેદારો ની હાજરી..
પત્રકાર એકતા પરિષદ ના સ્નેહ મિલન માં એકતા નો સુર મજબૂત બન્યો…
ભાવનગર જિલ્લા ના પત્રકાર એકતા પરિષદ નું જિલ્લાનું નૂતન વર્ષ નું સ્નેહ મિલન રવિવાર ને 17 મી ડિસેમ્બરે સર્કિટ હાઉસ ના કોંફરન્સ હોલ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ ઇન્ચાર્જ પ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા ની હાજરી અને માર્ગદર્શન સાથે યોજાયું..
જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ શ્રી મિલન કુવાડીયા,જિલ્લા પ્રભારી શ્રી સંજય ડાભી, વિષ્ણુ ભાઈ યાદવ,નીરજ ડાભી, મહિપતસિહ જાડેજા, હરિભાઈ મારું, ઉદય ભાઈ રાઠોડ, સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ તેમજ ફિરોજભાઈ ,દિનેશભાઈ, ધરમશી મકવાણા સહિત તાલુકા ના હોદ્દેદારો તેમજ વિભૂતિ બેન ઓજાં સહિત મહિલા પત્રકારો ની પણ હાજરી રહી હતી..
કાર્યક્રમ ના પ્રારંભે સંજય ડાભી પ્રભારી દ્વારા શાબ્દિક સ્વાગત બાદ દરેક ઉપસ્થિત પત્રકારો નો પરિચય સાથે નૂતન વર્ષ નો શુભેચ્છા સંદેશ સૌને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી..
સંગઠન ની રૂપરેખા મિલન કુવાડીયા જિલ્લા અધ્યક્ષે આપી સૌને એક તાંતણે જોડવા હાકલ પડ્યે હાજર થવા આહવાન કર્યું હતું, ત્યારબાદ ગીરવાન સિહ સરવૈયા એ પણ 33 જિલ્લા અને 252 તાલુકા કારોબારી સાથેનું 10000 પત્રકારો નું ગુજરાતનું એકમાત્ર પત્રકારો નું સૌથી મોટું સંગઠન છે, છેલ્લા પાંચ વર્ષની મહેનત થી નિર્માણ પામેલ સંગઠન આજે ખૂબ મજબૂત અને પરિવાર ભાવ સાથે કાર્યરત છે..
છેલ્લે લાભુભાઈ કાત્રોડીયા પ્રદેશ અધ્યક્ષે પ્રદેશ ની ત્રણ કારોબારી, જિલ્લા ના 20 અધિવેશન, કાર્યક્રમો માં જનેલી સ્પર્ધા થી સંગઠન મજબૂત બન્યું છે,દરેક પત્રકારો ને ગિફ્ટ સાથે ભોજન રાજકીય આગેવાનો,અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ ની હાજરી માં યોજાતા અધિવેશન દ્વારા આ સંગઠને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પત્રકારો સામે ખૂબ મોટા પડકારો હતા,એક માસ માં 12 થી 14 કિસ્સા પત્રકાર ઉપર ફરિયાદ કે હુમલા ના બનતા હતા એવા સમય સામે લડતા લડતા એકતાનો સંદેશ સંગઠન નિર્માણ કરીને આપ્યો ત્યારે ઘટનાઓ ઓછી થઈ છે..
પત્રકારો ની અનેક સમસ્યાઓ,સરકારી યોજનાઓ બંધ કરવામાં આવી હોવાથી સૌથી ખરાબ હાલત પત્રકારો ની ગુજરાત માં છે,આ સમસ્યાઓ મુખ્ય મંત્રી ને લેખિત રજૂ કરી,આવેદન સ્વરૂપે રજૂ કરી, ધારાસભ્યો અને સાંસદો ને પત્ર લખી તેના ભલામણ પત્રો લખાવી સરકાર માં રજુ કર્યા, ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ સાથે પાંચ બેઠકો ના માધ્યમથી ટેબલ ટોક દ્વારા સમસ્યાનો ઉકેલ હાથવેંત માં હતો ને આચાર સંહિતા લાગુ પડી..
ફરી પ્રદેશના એક અગ્રણી અને સાંસદ મધ્યસ્થી કરવા,બેઠક યોજી સમસ્યાઓ ના ઉકેલ માટે ટૂંક સમયમાં મિટિંગ યોજવા ખાતરી આપી છે, આમ સતત પ્રયત્નો આ એક માત્ર સંગઠન મથામણ કરે છે,એસ.ટી કોમન થઇ તે પણ 14 પૈકી ની માંગણી હતી,ઓન લાઇન બુકિંગ પણ બે દિવસમાં ચાલુ થાય તેના માટે સતત પ્રયાસો કર્યા છે..
જેવો સહકાર કાયમ મળ્યો એવો સહકાર જિલ્લા પ્રમુખ ની એક હાકલ એક મેસેજ થી એકઠા થવાની તૈયારી રાખવા હાકલ કરી હતી..કાર્યક્રમ ના અંતે પ્રવીણ ભાઈ દ્વારા શાલ ઓઢાડી પ્રદેશ પ્રમુખ,ઇન્ચાર્જ પ્રમુખ,જિલ્લા પ્રમુખ,જિલ્લા પ્રભારી નું સન્માન કર્યું હતું..
જિલ્લા સંગઠન દ્વારા વરિષ્ઠ પત્રકારો શ્રી હરિભાઈ મારું, શ્રી ગોંડલિયા, શ્રી ઉદયભાઈ રાઠોડ,શ્રી શાહ નું સન્માન કર્યું હતું,અંતે આભાર વિધિ હરિભાઈ મારું એ કરી હતી.. હળવો નાસ્તો કરી સૌ છુટા પડ્યા હતા…
—