
અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 400 દિવસથી ઠપ્પ છે. ત્યારે ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ વધુ એકવાર જણાવ્યું છે કે સેવા ટૂક સમયમાં શરૂ થશે, વર્કઓડર થઈ ગયો છે. ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ગયું છે અને પ્રવાસીઅો સી પ્લેનમાં ફરવાની મઝા માણવા આતુર છે ત્યારે આ સી-પ્લેન વહેલી શરૂ કરાય એવી માંગ પ્રવાસીઓ કરી રહયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે ડ્રીમ પ્રોજેકટ, એક સી પ્લેન અને બીજો દેશમાંથી પ્રવાસીઓને કેવડિયા લાવતી ટ્રેન બંને પાછળ 1000 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર 2020ના રોજ લોકાર્પણ બાદ કોઇક કારણોસર 28 દિવસમાં ટ્રીપ બંધ થઇ હતી. જે બાદ એક મહિના પછી 27 ડિસેમ્બર20 માં આવ્યું હતું. જે ફરી 6 ફેબ્રુઆરી 21 માં સેવા બંધ થઇ હતી.કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ શરૂ થતાં જ રાજ્ય નહીં દેશ ભરમાંથી લોકો ઉત્સાહભેર આનંદ લંટવા માટે ઉમટી રહ્યાં છે. સ્ટેચ્યુે ઓફ યુનિટી ખાતે આવતાં પ્રવાસીઓને વિવિધ પ્રોજેક્ટ આર્કષીત કરતી હતી. પરંતુ સી પ્લેન બંધ થતાં લોકો નિરાશ હતાં. ત્યારે હવે નાગરિક ઉડ્ડયન મંત્રીએ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી છે અને વર્કઓડર આપવાની જાહેરાત કરી છે. ત્યારે સી પ્લેન શરૂ થતાં જ કેવડિયા ખાતે પ્રવાસીઓને વધુ એક રોમાંચની સફરનો લહાવો મળશે.