બે પત્નીઓના મોત બાદ આધેડે સગીર પુત્રી સાથે વાસના સંતોષી
અંકલેશ્વરમાં બે પત્નીઓના નિધન બાદ હેવાન બનેલ પિતા છેલ્લા એક વર્ષથી પોતાની જ સગીર દિકરી સાથે હવસ સંતોષતો હોવાનો શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. સગીરાથી પોતાના પિતાનો અત્યાચાર ના સહન થતા પ્રથમ પોતાના ભાઈને અને ત્યારબાદ મામી અને મોટી બહેન ને જાણ કરી હતી. અંતે મોટી બહેને પિતા વિરૂધ્ધ પોલીસ ફરિયા નોંધાવી છે.અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા55 વર્ષીય પિતાએ પ્રથમ પત્નીની હયાતીમાં જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા હતાં. પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષો પૂર્વે થયું હતું. પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્ની થકી કે પુત્ર અને બે પુત્રીનો જન્મ થયો હતો. બે પત્નીઓ હોવા છતાં આધેડની હવસ સંતોષાતી ન હતી. બીજી પત્નીના અવસાન બાદ છેલ્લા એક વર્ષ થી પોતાની 14 વર્ષની સગી દીકરી સાથે બળજબરીથી શારિરીક સંબંધો બાંધવાનું શરૂ કરી દીધું હતું.પિતાની હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ 17 વર્ષીય ભાઈને જાણ કરી હતી જે બાદ હિંમત કરી બંનેએ પોતાની મામીને જાણ કરતા મામી પણ ડઘાઇ ગયા હતા. અને સગીરાની મોટી બહેનને તેમજ ગામના અગ્રણીઓ ને જાણ કરતા આરોપી પિતા વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતાં. આરોપી પિતાની કરતૂત સામે આવ્યાં બાદ લોકો તેના ઉપર ફીટકાર વરસાવી રહયાં છે.