
જંબુસર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારી ની સુચના અનુસાર પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળીયા તથા પો.કો. કનકસિંહ મેરૂભા સહિત સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ મા હતા.તે દરમ્યાન બાતમીદાર થી મળેલ બાતમી ના આધારે જંબુસર તાલુકા ના મગણાદ ગામે તળાવ ની પાળ ઉપર છાપો મારતા જુગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે બાદશાહ બકોર પટેલ, શકીલ કાલુ દિવાન, સંજય સુરસંગ ઠાકોર, સુરેશ સુરસંગ ઠાકોર, તથા વિજય ભીખા દોડીયા તમામ રહે. મગણાદ ના ઓ ઝડપાઈ ગયા હતા.તેમજ રેડ દરમ્યાન રોહિતસિંહ હિંમતસિંહ સિંહ સિંધા તથા ચીરાગ પ્રવિણ પા.વા. રહે.મગણાદ નાસી છુટયા હતા. પોલીસે ધટના સ્થળે થી અંગ ઝડતી તથા દાવ ઉપર ના રોકડ રૂપીયા 17 હજાર તથા મોબાઇલ નંગ 5 કિ.રૂ. 25 હજાર તથા મોટરસાયકલ નંગ ૩ સહિત કુલ 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.