ભરુચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ કોમ્પ્લેક્ષમાં ગ્લોબલ કવીક ફાઇનાન્સ દ્વારા લોન આપવાના બહાને બેથી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.ભરૂચના મકતમપૂર વિસ્તારમાં આવેલા આશાપૂરા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા છત્રસંગ ગુમાનસંગ પરમારને રૂપિયા 5 લાખની જરૂર હતી. જેથી તેઓએ શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ કોમ્પ્લેક્ષમાં ગ્લોબલ કવીક ફાઇનાન્સની ઓફિસ દ્વારા ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે જેવી જાણકારીને આધારે તેઓએ ફાઇનાન્સની ઓફિસ ખાતે ગયા હતા.જ્યાં બ્રાન્ચ મેનેજર વૃશાંત પટેલ, ચિંતન પટેલ અને વિરલ વાઘેલા સહિતના કર્મચારીઓએ જરૂરી દસ્તાવેજો સહિત પ્રોસીઝર ફી પેટે પ્રથમ 32 હજાર અને ત્યારબાદ ફરી 14 હજાર મળી કુલ 44 હજારથી વધુ ફાઇનાન્સના એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા, જે બાદ પણ લોન પાસ નહિ થતાં તેઓએ ઓફિસ ખાતે ગયા હતા, જ્યાં ઓફિસ બંધ હોવાથી તેઓએ મુંબઈ ખાતેના માલિક અજય અને માર્કેટિંગ મેનેજર રાકેશ ત્રિવેદીને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની લોન નહીં આપી તેઓ સાથે છેતરપિંડી કરી હતી. તેમજ આ ઇસમોએ કૌશિક પરમાર સહિતના અન્ય લોકો સાથે લોન આપવાના બહાને છેતરપિંડી કરી હોવાનું તેઓને માલૂમ પડતાં તેઓએ બે ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચમાં ગ્લોબલ કવીક ફાઇનાન્સ દ્વારા લોન આપવાના બહાને છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ…
Views: 62
Read Time:1 Minute, 59 Second