ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દિન પ્રતિદિન આધુનિક થઈ રહ્યું છે કે 50 વર્ષ પહેલાના જમાનામાં જતુ હોય તેમ કામગીરી કરી રહ્યું છે.અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ જ્યારે નવનિર્માણ પામી રહ્યો હતો ત્યારે સામાન્ય મશીનરીથી રસ્તો બનાવ્યો તેની પર કોઈ અધિકારી નિરીક્ષણ નહીં કરતા સાવ ખેંગારના વખતનો રસ્તો બની રહ્યો હતો. જેને લઇ છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી હજારો વાહન ચાલકો ખાડામાં પડી રહ્યા છે.આ રસ્તો રીપેર કરવા પાછળ કરોડો રૂપિયાનો નાણાનો વ્યય માર્ગ અને મકાન વિભાગ કરી રહ્યો છે .હાલમાં કોંઢ નજીક રસ્તો રીપેર કરવા ચાલુ વરસાદે ખાડામાં રેડીમિકસ નાખી હાથથી દબાવવામાં આવતો હતો. આ જોઈ કોઈપણ વ્યક્તિ કહે કે આધુનિક યુગમાં હજુ માર્ગ અને મકાન વિભાગ પચાસ વર્ષ પહેલાં બનતા હતા રસ્તા તે જૂની પદ્ધતિએ રીપેર કરી રહી છે.રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લામાં બનાવેલા દરેક રસ્તાઓ તૂટી ગયા છે .ઘણી જગ્યાએ તો રસ્તો જ રહ્યો નથી .આવી પરિસ્થિતિમાં યોગ્ય રીતે રસ્તામાં પડેલા ખાડાની મરામત કરવામાં આવે તો વાહન ચાલકોને રાહત રહે પરંતુ આજે પણ માર્ગ અને મકાન વિભાગ રસ્તા રીપેર કરવા બાબતે સાવ બેદરકાર બની ગયું છે . જેને લઇ સરકારની તિજોરી ખાલી થઈ રહી છે .ગુજરાતના નાગરિકો પરસેવાની મહેનતમાંથી કમાઈને સરકારને ટેક્સ ચૂકવે છે પરંતુ એ ટેક્સના નાણા ખોટી રીતના સરકારી કચેરીઓ દ્વારા આ રીતે દુર્વ્યય કરી રહ્યા છે.ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ વરસાદમાં અંકલેશ્વરથી વાલીયાની વચ્ચે કોંઢ ગામ નજીક રેડીમિક્સ નાખી અમુક અમુક ખાડા રિપેર કરવામાં આવતા હતા પરંતુ ઉપરથી વરસાદ પડતો હોય ખાડામાં પાણી ભરેલું હોય અને તેમાં રેડીમિક્સ નાખે તેને હાથથી દબાવવામાં આવતો હતો જ્યારે આ કેટલા દિવસ ટકે તે એક યક્ષ પ્રશ્ન છે. આવી જ રીતે દર વખતે નેત્રંગ વાલીયા અંકલેશ્વર રસ્તાની મરામત કરવામાં આવે છે .કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ આજેપણ આ રસ્તાની હાલત સાવ બદત્તર થઈ ગઈ છે જેનો ભોગ હજારો વાહન ચાલકો બની રહ્યા છે.