સેલંબા નગરએ મહારાષ્ટ્ર રાજયને અડીને આવેલ છે જયાં મહારાષ્ટ્રીયન લોકો મોટા પ્રમાણમાં વસે છે. જેથી તા.21-3-22ના રોજ તિથિ પ્રમાણે શિવાજી મહારાજની જન્મ જંયતી આવતી હોય છે. જે દિને સેલંબા નગરમાં સાગબારા જતા રોડ પર શિવાજી ચોક ખાતે સંતો દ્વારા નવનિર્મિત શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ હોવાથી સેલંબા નગર સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યું હતું. પ્રતિમાના અનાવરણ પહેલા સેલંબા નગરજનો દ્વારા અંબાજીમાતા મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રા અંબાજીમાતાના મંદિર ખાતેથી કાઢી સેલંબા નગરના વિવિધ વિસ્તારો જેવા કે મેન બજાર,નવાપાડા રોડ શાકભાજી માર્કેટ,ચાર રસ્તા વિસ્તાર વગેરે વિસ્તારોમાં કાઢવામાં આવી હતી.શોભાયાત્રામાં મરાઠી લોકો પોતાના મરાઠી વેષભૂષામાં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાયા હતા.તેમજ સેલંબા નગરના લોકો તેમજ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તે,મજ નાના નાના ભૂલકાઓ જય શિવાજી જય ભવાનીના ગગંભેદી નારા લગાવ્યા હતા. શોભાયાત્રા શિવાજી ચોક ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.શિવાજી ચોક ખાતે નવનિર્મિત પ્રતિમાનું આ પ્રસંગે પધારેલ સંતો દ્વારા શિવાજી મહારાજની પુજા અર્ચના કરી હતી.ઉપસ્થિત સાધુ સંતો દ્વારા શિવાજી મહારાજ વિશે જણાવ્યું હતુ. શિવાજી મહારાજની પ્રતિમા અનાવરણ કાર્યક્રમાં મા.ધારાસભ્ય મોતીભાઈ વસાવા, મા.જિલ્લા પ્રમુખ શંકર વસાવા,મા.જિ.પ્રમુખ મનજી વસાવા, સેલંબા ગ્રામ પંચાયતના ડે.સરપંચ.ચંદ્રકાંત લુહાર, સહિત નગરજનો હાજર રહ્યા હતા.
મરાઠી વેષભૂશામાં સજ્જ લોકોએ શોભાયાત્રા યોજી સેલંબામાં શિવાજીની નવી પ્રતિમાની સ્થાપના કરી
Views: 79
Read Time:2 Minute, 23 Second