અંકેલેશ્વર બી ડિવિઝન પોલીસે આજ રોજ પ્રતિન ચોકડી રેલ્વે માર્ગને અડચણ રૂપ 40 બાઈક ડિટેઇન કરી પોલીસ મથકે ટોઈંગ કરી લઇ જવા આવી હતી. જ્યારે માર્ગ પર અવરોધ રૂપ લારી-ગલ્લા પણ ઉઠાવી તેમની સામે ગુનો દાખલ કરવા કાર્યવાહી આરંભી હતી.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા શનિવાર ના રોજ પ્રતિન ચોકડીથી રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ પર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો અને લારી ધારકો સામે કડક રૂખ અપનાવતા માર્ગ પર પાર્ક થયેલા 40 થી વધુ બાઈક અને અન્ય વાહનો ડિટેઇન કર્યા હતા. આ તમામ વાહનોને ટેમ્પોમાં ભરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્ગ પર રહેલા લારી ગલ્લા પણ ઉઠાવી તેમની સામે કાર્યવાહી આરંભી ગુનો દાખલ કરવાની તજવીજ શરુ કરી હતી.જ્યારે રેલ્વે માર્ગ પર ટ્રાફિકને લઇ અડચણ રૂપ આડેધડ પાર્કિંગ અને લારી-ગલ્લા દૂર થતા માર્ગ ખુલ્લો થયો હતો. પોલીસ દ્વારા બપોર બાદ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિન ચોકડી ખાતે વિશેષ વાહન ચેકિંગ હાથ ધરી કારની ફિલ્મ, રોગ સાઈડ દોડતાં વાહનો અને ટ્રાફિક નિયમન ભંગ બદલ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા ત્રણ રસ્તા સર્કલથી લઇ વિવિધ ચોકડી અને ત્રણ રસ્તા પર અચાનક વાહન ચેકિંગ શરુ કરી ટ્રાફિક નિયમન ભંગ કરવા બદલ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.
અંકેલેશ્વર બી-ડિવિઝન પોલીસએ પ્રતિન ચોકડી રેલ્વે માર્ગ અડચણ રૂપ 40 બાઈક ડિટેઇન કર્યા; વાહન ચાલકો પાસે દંડ ફટકાર્યો
Views: 100
Read Time:2 Minute, 1 Second