ફિટ ઈન્ડિયાના સંદેશા સાથે 675 કિમીની યાત્રાએ નીકળેલા 6 સાયકલિસ્ટનું અંકલેશ્વરમાં આગમન..

ફિટ ઈન્ડિયાનો સંદેશો લઇ દમણ થી દીવ 6 સાયકલિસ્ટ નીકળ્યા હતા. 3 દિવસ અને 2 રાત્રી ના 675 કિમિ અંતર કાપશે. 27 મી ઓગસ્ટ થી યાત્રા શરૂ કરી બપોરે અંકલેશ્વર માં આગમન થયું હતું. વાપી સાઈકલિંગ ક્લબના સભ્યો દ્વારા આ સાહસિક રાઈડ નું આયોજન કર્યું હતું.અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા વાલિયા ચોકડી ખાતે તેમનું સ્વાગત કરી પ્રોત્સાહિત કર્યા હતા.વાપી બાઈસીકલ ક્લબના સભ્ય કુશુમભાઈ, કુંજભાઈ, અંકિતભાઈ, ખુશરુંભાઈ, ધર્મેન્દ્રભાઈ અને ગૌરાંગભાઈએ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 27 મી ઓગસ્ટ ના રોજ દમણ થી દીવ સુધી આ સાઇકલ યાત્રા યોજાઈ રહી છે. જે સવારે દમણ થી નીકળ્યા બાદ તેવો બપોરે 4 કલાકે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા. તેમનું અંકલેશ્વર બાઈસીકલ ક્લબના સભ્યો દ્વારા વાલિયા ચોકડી ખાતે સ્વાગત કર્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લા માટે મહત્વની ભાડભૂત બેરેજ યોજનાનું કામ વર્ષ 2025માં પૂર્ણ થવાનો અંદાજ...

Sat Aug 28 , 2021
ભરૂચ જીલ્લાના લોકો માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી 2025નાં અંત ભાગમાં આ કાર્ય પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે. મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા તેમજ અન્ય અધિકારીઓએ જાત મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી.ભરૂચ જીલ્લાના નદીકાંઠે આવેલ ખેડૂતો તેમજ નાગરિકોને મીઠું પાણી મળી […]

You May Like

Breaking News