આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના સવા બે કરોડના ખર્ચે નવા બનેલા ૧૧ ઓરડાનું આજ રોજ ભરૂચ જીલ્લા સાસંદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોલવણા પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી આવેલા મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.ભરૂચ જીલ્લા સાંસદ દ્વારા રીબીન કાપી શાળાના ૧૧ ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ
સફળતા મેળવી દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી આશા વ્યકત કરી હતી.આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા,જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા, આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ,તાલુકા શિક્ષણ અઘિકારી શબ્બીરભાઈ સાપા,તાલુકા ભાજપ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર સહિત શાળાના શિક્ષકગણ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આમોદ તાલુકાની કોલવણા પ્રાથમિક શાળાના સવા બે કરોડના ખર્ચે બનેલા ૧૧ ઓરડાનું સાસંદ સભ્યના હસ્તે લોકાર્પણ કરાયું
Views: 36
Read Time:2 Minute, 8 Second