પાટણ જિલ્લાના સમી તાલુકા ના વઢીયાર યુવા સેવા સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓ ની છેલ્લા ઘણા વર્ષાથી નાસ્તા તેમજ ભોજન પ્રસાદ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છેભાદરવી પૂનમ ના અંબાજી ખાતે ભરાતા મીની કુંભમેળામાં લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા યાત્રા સંઘ લઈને માતાજીની રથ સાથે ભક્તિ મય બની બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે ના ગગન ભેગી નાદ વચ્ચે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અંબાજીના માર્ગ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવ્યા છે વઢીયાર યુવા સમિતિ દ્વારા અંબાજી ચાલતા પગપાળા યાત્રાળુંઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી સેવા કેમ્પનું આયોજન જેમાં રોજરાત્રી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભોજન પ્રસાદ . દરરોજ જુદો જુદો નાસ્તો ચા પાણીની જેવી સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પદયાત્રીઓ આ સેવા કેમ્પનો હજારો ભાવી ભક્તો લાભ લઇ રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વઢીયાર યુવા સેવા સમિતિના સભ્યો સાથે દાતાશ્રીઓ તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લા ના અને વઢીયાર સેવા સમિતિના મુખ્ય આયોજક પ્રકાશભાઈ વસરામભાઈ નાડોદા તેમજ પાટણ જિલ્લા ના અગ્રણીઓ. સેવાભાવી સંસ્થાઓ . પત્રકાર મિત્રો સહિતના સેવાભાવી યુવા કાર્યકર્તાઓ પણ અંબાજી જતા પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છેપગપાળા યાત્રા સંઘના પદયાત્રી ઓ માટે ભોજન અને નાસ્તો બનાવી વર્ષાથી રસોઈ સેવા આદિત્ય કેટરર્સ સીતારામભાઈ સાધું પણ આપી રહ્યા છે.
રિપોર્ટર. કમલેશ પટેલ. પાટણ