અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને હત્યાના ગુનાનો મુખ્ય આરોપીને પાંચ વર્ષે ભરૂચ LCBએ ઝડપી પાડ્યો

અંકલેશ્વરના તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2019માં ઉટીયાદરા ગામની સીમમાં આવેલા પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલી ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા માસ્ટર માઈન્ડ આરોપીને ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.અંકલેશ્વરના ઉંટીયાદરા પાસે આવેલી પી.જી.ગ્લાસ કંપનીમાં 18 સપ્ટેમ્બર 2019ના બપોરના સમયે આશરે 25થી 30 જેટલા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારિયા જેવા સશસ્ત્ર મારક હથિયારો ધારણ કરીને ધાડ પાડી હતી. તેઓએ કંપનીની માલ મિલકત લઇ જવાનો પ્રયત્ન કરતા તે સમયે ત્યાં ફરજ પર હાજર સિક્યુરીટી ગાર્ડે તેઓને રોકતા આરોપીઓએ લોખંડની પાઇપો, લાકડીઓ, ધારીયાથી હુમલાઓ કરીને માર માર્યો હતો. લૂંટારુઓએ ગંભીર ઇજાઓ પહોંચાડી તેમના મોબાઇલો તથા માલ સામાનની લૂંટ કરી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. જેનો ગુનો અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયો હતો.આ ગુનામાં LCB દ્વારા અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા તલાશ ચાલુ હોય LCB પીઆઈ ઉત્સવ બારોટને માહિતી મળી હતી કે, અંક્લેશ્વરના ઉટિયાદરા ટ્રીપલ મર્ડરના ગુનાનો નાસતો ફરતો મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી લાલજી ઉર્ફે લાલો ગણેશભાઇ કાવીથીયા સુરત ખાતે મોટા વરાછા વિસ્તારમાં ખેતરમાં રહે છે અને હાલ વાડીમાં હાજર છે. જેથી પોલીસને મળેલી માહિતીના આધારે દેવસિંહ પટેલની વાડીમાંથી મુખ્ય આરોપી લાલજી ઉર્ફે લાલો ગણેશભાઇ કાવીથીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે CRPC એક્ટ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ:નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી વાહનોની લાંબી કતારો લાગી, વાહન ચાલકો હેરાન પરેશાન

Tue Jul 25 , 2023
ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ થયો હતો.ચોમાસું શરુ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે, […]

You May Like

Breaking News