0
0
Read Time:1 Minute, 6 Second
તાજેતર માં અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર થયેલ ગોઝારા અકસ્મત બાદ રાજ્ય ભર માં ટ્રાફિક ડ્રાઇવ પૂર જોશ માં ચાલી રહી છે અને ઓવર ખાસ કરી ને ઓવર સ્પિડીગ વાહનો પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે વાલિયા પોલીસે ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે પોલીસે સીલુંડી ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને અવાજ કરતા ટુ-વ્હીલર ચાલકો સામે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે વાલિયાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો મુકેશ દેવજી પ્રજાપતિ સુપર બાઈક નંબર-જી.જે.૧૯.એ.એલ.૦૮૦૦ આવતા પોલીસે તેને અટકાવી ઘોંઘાટ ફેલાવતા બાઈક સવારની બાઈક ડીટેઈન કરી દંડ ફટકાર્યો હતો.