0
0
Read Time:54 Second
- ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો.
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચના ગોવાલી નજીકથી હસમુખભાઈ કિડયા ઇકો કારમાં સવાર થઇ આવી રહ્યા હતા ત્યારે ૬ જેટલા ઈસમોએ હસમુખ ભાઈને મારમારી તેઓની પાસે રહેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોનની લૂંટ ચલાવી વડદલા નજીક તેઓને ઉતારી મૂકી ફરાર થઇ જતા ચકચાર મચી હતી.
મામલા અંગેની જાણ હસમુખ ભાઈ દ્વારા સી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ દ્વારા ઇકો કારમાં સવાર ૬ જેટલા ઈસમો સામે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી ઘટનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.