કોરોનાનું સંક્રમણ હિન્દુ- મુસ્લિમ તહેવારો, અને ધાર્મિક મેળાઓમાં નડે છે પણ ટંકારિયામાં ચાલતા જુગારના અડ્ડાઓ પર નહીં.?
ટંકારીયામા આવેલ સાપા સ્ટ્રીટ (સાંપાવાડ) આવેલ શહનશાહ બાવાની દરગાહ પાસે રફીક સુલેમાન સાપાના ઘરે ચાલતી જુગારની આલીશાન ક્લબ જ્યાં ૧૩ પાના, ૫, ૧૦ અને ૨૦ના રમીના બોર્ડનો જુગાર રમાય છે. રફીક સાપા અને તેના પાર્ટનર લતીફ ઈસ્માઈલ રખડાનો બીજા જુગાર સીતપોણ જવાના રસ્તે આવતા ધાર્મિક સ્થળ પાછળ ખેતરોમાં જુગાર રમાડે છે.
ટંકારીયાથી પારખેત ગામ જવાના રસ્તા ઉપર આથમણી દિશામાં કબીરના બાગ બાજુ જવાના જમણી બાજુ ઉપર આવેલ ગંગલ નદીમના ફાર્મ હાઉસ પાછળ પોલ્ટ્રીફાર્મ આવતા પહેલું ગાડીઓ ધોવાનું સર્વિસ સ્ટેશનનો રસ્તો પડે છે. ત્યાં નજીકમાં મીણીયા પ્લાસ્ટિક ના પાથરણા જીવાનો છોકરો અને કાળિયો પાથરવા જાય છે અને કોઈ આવે નહી તેની રેકી કરે છે. અને લતીફ રખડો ત્યાં સર્વિસ સ્ટેશન પાસે બેસીને રેકી કરે છે. પાલેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના હેડ જમાદાર મહેશ તથા બીટ જમાદાર પ્રવિણ ગુપ્તાને બધી ખબર છે પણ બહારની પોલીસ આવે તો ઉંધા રસ્તે ફેરવે છે. બીટ જમાદાર અને ડિ-સ્ટાફ પાલેજના જમાદાર માત્ર આર્થિક વ્યવહાર લેવા અહિયા પધારે છે. કોરોના સંક્રમણના નિયમનુ પાલન કરાવવા તંત્ર બોઘુ સાબિત થયુ છે. કોઈ કે વિજીલન્સને વિડિયો પણ મોકલ્યા પણ પ્રદિપસિંહના કોઈ જાંબાઝ પોલીસ અધિકારી અહિંયા રેડ કરતા નથી.
ટંકારીયામાં આવેલ પાદર પાસેના સર્કલથી આથમણી દિશા તરફ જતા મ્યુનિદ્દિન બાવાની દરગાહ નજીક આવેલ ગલીમાં હરિજનવાસની બિલકુલ પાછળના ભાગે સિરાજ ઉમટા ઉર્ફે સિરાજ કાળિયાનું પોપટી કલરના બે માળના મકાનમાં નીચે તેમજ ઉપરના માળે કોઈ લીમીટ વગરના તેરીયું ના જુગારના પાટલા ચાલે છે. મકાનના દરવાજે બહારથી તાળું મારી રાખે છે. એટલે પોલીસ આવે તો પણ ધોકો ખાઈ જાય છે અને બંધ મકાનનું તાળું તોડવાની હિંમત નથી કરતી.
ટંકારીયાના નાના પાદર પાસે મનમનની લોટ દળવાની ઘંટીની બિલકુલ સામે સાંકડી ગલીમાં આવેલ મનમન યુસુફના ઘરથી ત્રીજા નંબરનું મુબારક દશુનું પોતાના બે માળના મકાનમાં ઉપલા માળે ચોવીસે કલાક મન્નાનો જુગાર રમાઈ છે.
ટંકારીયા ગામની વચ્ચે આવેલ કંડુજી સ્ટ્રીટ (કંડુ મોહલ્લો) આવેલ હારૂન સુતરિયા તેના મકાનમાં રમીના ૨૧પાના તથા ૨૭ પાના બોર્ડ પહેલા સાંજના ચાર થી બીજા દિવસના સવારના ચાર વાગ્યા સુધી રમાડતો હતો. પણ હવે ઉપલા લેવલથી છૂટ મળી હોય તેમ ડિ-સ્ટાફ જમાદાર મહેશ દોલતસિંહ ચોવીસ કલાક રમાડવા દે છે.
ટંકારિયા માં ખુલ્લેઆમ સટ્ટા બેટિંગ નો ચાલતો અડ્ડો ટંકારિયા ગામમાં પાદર માં આવેલ સર્કલ પાસે ટેલિફોન એક્સચેન્જ ની ઓફીસ પાસે કેબીનની પાછળ મુસ્તાક મુસા બિતવાલા ઉર્ફે મુસ્તાક સતક ઇકબાલ ભરૂચી નામ ના વાઉચર ને હવાલો સોંપી બેકસિત ડ્રાઇવિંગ કરી વરલી મટકાનો જુગાર રમાડો છે. ટંકારિયા આ સટ્ટા બેટિંગ ના ધંધા બંધ કરતા નથી અને પોલીસ બાથમિદાર ની ફાંકો રાખતો પોલીસના વચેટિયા એવા ઇકબાલ ભારૂચી નુ નામ વટાવી ખવાઈ છે. બીટ જમાદાર ની મુસ્તાક સટક સાથે વાત કરવા ની ત્રેવડ નથી રહી પણ ઇકબાલ ભરૂચી બધા નો હવાલો લઈ વ્યવહાર પતાવી દે છે.