ભરૂચ એલસીબી પોલીસના પીએસઆઈ. આર કે. ટોરાણી તેમજ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે,એક ઈસમ વાલિયા ચોકડી બાજુ શંકાસ્પદ રીક્ષા સસ્તામાં વેચવા ફરી રહ્યો હતો.આ માહિતીના આધારે ટીમે વાલિયા ચોકડી પાસેથી વોચ ગોઠવી રીક્ષા સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા ભડકોદ્રા ગામ નવીનગરી સુનિલ નાયક આકરી પૂછપરછ કરતા રીક્ષા અંકલેશ્વરના બોરભાઠા ગામના કબૂતર ખાના ખાતે રહેતા અક્ષય પટેલે વડોદરાના કારેલીબાગ વિસ્તારના થિયેટર આગળથી એક મહિના પૂર્વે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી તે આ ચોરીની રીક્ષા વેચવા માટે ફરી રહ્યો હતો. પોલીસે ચોરીની રૂ. 65 હજારની રીક્ષા અને એક મોબાઈલ મળી કુલ રૂ.70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે સુનીલ નાયકની માહિતી આધારે અક્ષય પટેલને પણ બોરભાઠા પાસેથી ઝડપી પાડી બંને રીક્ષા ચોર અંગે વડોદરા કારેલીબાગ પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ આરંભી હતી.
અંકલેશ્વર: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી ચોરેલી રીક્ષા અંકલેશ્વરમાં વેચવા ફરતો ઈસમ જડપાયો
Views: 51
Read Time:1 Minute, 28 Second