ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ થયો હતો.ચોમાસું શરુ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે, જેને પગલે વાહન ચાલકોએ હાલાકી વેઠવો પડી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ ખાબકતા જ ભરૂચ જિલ્લામાંથી પસાર થતો હાઈવે બ્રીજ ઉપર ખાડો પડવાનું શરુ થઇ ગયું છે. તો બીજી તરફ ખરોડ ચોકડી ઉપર બની રહેલા ઓવર બ્રિજનો સર્વિસ રોડ વરસાદને કારણે ધોવાતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય વધતા વાહન ચાલકોને ખુબ મુશ્કેલી ભોગવવી પડી રહી છે.ગતરોજ મોડી રાતથી અંકલેશ્વરની ખરોડ ચોકડી પર ખાડાઓને પગલે ભરૂચથી ખરોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના પગલે ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકો 15 કિલોમીટર સુધીના ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેથી હેરાન પરેશાન બન્યા હતા. હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતા જ એક વાર ફરી ટ્રાફિકે હાઇવેને બાનમાં લીધો હતો.
15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ:નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી વાહનોની લાંબી કતારો લાગી, વાહન ચાલકો હેરાન પરેશાન
Views: 135
Read Time:1 Minute, 38 Second