Read Time:3 Minute, 28 Second
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી / જુગારની અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે તથા જીલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી / જુગારીની પ્રવૃતિઓ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે . ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એન.સગર એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ આધારે પ્રોહીબિશન / જુગારના કેશો શોધી કાઢવા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા . દરમ્યાન આજરોજ ભરૂચ લોકલ કાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે , “ ટવેરા ગાડી નંબર GJ – 21 – M 3035 માં શીટ નીચે તળીયાના ભાગે તથા ગાડીના પાછળના દરવાજામાં અલગ અલગ ચોરખાનાઓ બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી શક્તિનાથ થી સેવાશ્રમ રોડ થઈ પાંચબત્તી તરફ જનાર છે . જે મુજબની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી ટીમ વોચમાં રહી ઉપરોક્ત ટવેરા ગાડી શક્તિનાથ તરફી આવતા રોકી પકડી લઈ બાતમી મુજબ ગાડીમાં ચોરખાનાની તપાસ કરતા ગાડીની શીટ નીચે તળીયાના ભાગે તથા દરવાજાના ભાગે ચોરખાનાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લી ની બોટલો નંગ -૭૨ મળી કુલ મુદ્દામાલ કી.રૂ. ૩,૩૯,૦૦૦ / – સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે . આગામી દિવસોમાં પણ એલ.સી.બી / ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પ્રોહી / જુગારની પ્રવૃતિ ઉપર કડકાઇ પુર્વક કાર્યવાહી કરવા કટીબધ્ધ છે , પકડાયેલ આરોપી ચેતન ઇશ્વરભાઇ પટેલ રહે- વલસાડ પારડી , ટેકરા ફળીયા , રામા એપાર્ટમેન્ટની પાછળ , સાગર ડેરી રોડ , જી . વલસાડ વોન્ટેડ આરોપી વિરલભાઇ રહે- ભરૂચ પકડાયેલ પ્રોહી મુદ્દામાલ ( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ -૭૨ કી.રૂ. ૩૬,૦૦૦ / ( ર ) ટવેરા ગાડી નંબર GJ – 21 – M – 3035 ની કી.રૂ .૩,૦૦,૦૦૦ / ઓપો કંપનીનો મોબાઇલ નંગ ૧ કી.રૂ. 3,000 / કુલ મુદ્દામાલ કિ ૩. ૩,૩૯,000 / કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ પો.સ.ઇ. એમ.એચ.વાઢેર તથા અ.હે.કો હીતેષભાઇ પો.કો. મહીપાલસિંહ , પો.કો. શ્રીપાલસિંહ , તથા પો.કો. વિશાલભાઇ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .