ભરૂચનો 143 વર્ષનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ, ગમે ત્યારે સર્જાઈ શકે છે ક્ષતિ

પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમો 143 વર્ષ જુના નર્મદા નદીના ગિલ્ડનબ્રિજના પ્રવેશદ્વાર વાહનચાલકો, રાહદારીઓ અને લોકો માટે બંધ થઈ ગયા છે.ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજ વર્ષ 1881 માં બનેલ હતો. આ બ્રીજ ચાલુ થયાને હાલ 143 વર્ષ થયેલ છે. આ બ્રીજમાં 52 મીટરના કુલ 28 સ્પાન આવેલ છે. આ બીજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે.વર્ષ 2015-16 માં ગોલ્ડનબ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા થતા 12 જુલાઈ 2021 થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે.ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થાય છે. બ્રિજના ઉપયોગ અર્થે વુડન ઘણા વર્ષો થઈ ગયેલ છે. જેથી કોઈપણ સમયે બ્રિજમાં ક્ષતિ અજાણે થઈ શકે તેવી શકયતા રહેલી છે.અવાર નવાર નિરીક્ષણ કરવાનું રંહતુ હોઈ નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશવા પર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા દરખાસ્ત મળેલ છે. દરખાસ્ત પરત્વે પોલીસ અધિક્ષક પાસે અભિપ્રાય મંગાવતા નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય બ્રિજના બન્ને છેડાઓ તરફથી અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશ કરવા કે વાહનોની અવર જવર ઉપર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા અભિપ્રાય આપેલ છે.ગોલ્ડન બ્રિજમાં કોઈપણ સમયે ક્ષતિ થઈ શકે તેવી શકયતા રહેલ હોઈ નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિત વાહનને બ્રિજના બન્ને છેડા તરફથી પ્રવેશ કરવા / વાહનોની ઉપર સંપૂર્ણ અવર – જવર બંધ કરવી આવશ્યક જણાય છે.ભરૂચ કલેકટર તુષાર.ડી.સુમેરા દ્વારા 12 જુલાઈ થી ગોલ્ડન બ્રિજ ઉપર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય લોકો કે વાહનો માટે પ્રવેશ પાબંદી ફરમાવી દેવાઈ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અઢીસો એકર જમીનમાં દૂષિત પાણી:જંબુસરના ખેડૂતોની 250 એકર જમીનમાં દૂષિત પાણી ફરી વળ્યા, અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા

Fri Jul 14 , 2023
વડોદરા સ્થિત ઉદ્યોગના પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે બનાવેલ વીઈસીએલ ઈન્ફયુલેન્ટ કેનાલ નીર ઓવરફલો થઈ ને કેનાલ ની નજીક આવેલ જંબુસર તાલુકા ના નોંધણા વલીપોર ગામ ના ખેડુતો ની આશરે 250 એકર જમીન મા ફરી વળ્તા ખેડૂતો ને નુકશાની નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા […]

You May Like

Breaking News