4/2/21 ના રોજ રાત્રીના સમયે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઘનશેરા ચેક પોસ્ટ પર ભરૂચ ના વેપારી સિનીયર સીટીઝન શ્રીમાન યુનુસ ભાઇ કુશાલ ની ત્રણ ટ્રકોના ડ્રાઈવર સાહેબોને માર મારી , ત્રણ ટ્રકોની 30 ત્રીસ લાખ રૂપિયાના મુદ્વામાલ સાથે લુટ ચલાવવાની ઘટના બની છે. ભરૂચના સજજન વેપારી યુનુસ ભાઇ કુશાલ જણાવ્યા મુજબ ” યુનુસ કુશાલ ” સક્રીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરતા છે ,યુનુસ ભાઇ કુશાલના નિવેદન મુજબ ટ્રકો પર ભાજપાનુ સિમ્બોલ લગાવેલ છે ,ઘનશેરા ચેક પોસ્ટ પર ત્રણ ટ્રકોની લુટ ચલાવનાર કહેતા હતા કે ભાજપાવાળાની ટ્રકોને લુટી લો. 4/2/21 ના રોજ રાત્રે 9:32 કલાકે ભરૂચના વેપારી યુનુસ ભાઇ કુશાલે લોક સંઘર્ષ સમિતીના પ્રમુખ નઝીર મકરાણીને ફોન કરી ટ્રકોની લુટ બાબતે માહીતી આપી હતી ત્યારે નઝીર મકરાણીએ સાગબારા પોલીસ સ્ટેશનમા માણસ મોકલી ખાનગી રાહે તપાસ કરાવી હતી. યુનુસ ભાઇ કુશાલની ત્રણેય ટ્રકો પોલીસ સ્ટેશનના ગેટ બાહર રોડ પર ઉભી રાખવામા આવી હતી અને કેટલાક લોકો પોલીસ સ્ટેશનની અંદર અને બહાર હાજર હતા . રાત્રીના લગભગ 11:00 કલાકે ત્રણેય ટ્રકોને જવા દેવામા આવી હતી .
લુટારાઓ ત્રણ ત્રણ ટ્રકો સાગાબારા તાલુકાની ઘનશેરા ચેક પોસ્ટ પર થી લુટીને પોલીસ સ્ટેશનમા લઇ જાય છે અને લુટારાઓ પોલીસ સ્ટેશનની અંદર બેસીને વટથી દાદાગીરી કરીને 25000/- પચીસ હજાર રૂપીયાની ખંડણી વેપારી યુનુસ ભાઇ કુશાલ પાસે માગે છે ! 30 લાખ રૂપીયાનો પશુધન હોય જેના કારણે વેપારી યુનુસ ભાઇ કુશાલને લુટારાઓ ની ધમકી સામે ઘુટણીયે પડી 25000/- પચચીસ હજાર રૂપીયાની ખંડણી આપવી પડે છે તે પણ ઓન લાઇન ટ્રાન્જેકશન થી. ૨૫૦૦૦/- પચીસ હજાર રૂપીયાની ખંડણી ઓન લાઇન મળયા પછીજ વેપારી યુનુસ કુશાલની ત્રણ ટ્રકોને છોડવામા આવી હતી !
લુટારુઓ દ્વારા 30 લાખ રૂપીયાના મુદ્વામાલની લુટ ચલાવી પોલીસ સ્ટેશનની અંદર બેસી 25000/- પચચીસ હજાર રૂપિયાની ખંડણીની માગવાની ઘટના ભારત દેશ માટે ખુબજ શરમ જનક ઘટના છે . અસામાજિક તત્વો ની , ચોરટાઓ , લુટારાઓ , ગુન્ડાઓની હિમ્મત વધારી વધુ ગુનાખોરીને અંજામ અપાવનારી કમનસીબ ઘટના નર્મદા જિલ્લામા બની છે . કાયદો અને વ્યવસ્થા જેવુ કશુજ નથી ભાઇ સાહેબ.
29/1/21 ના રોજ સાગબારા પાસે આવેલ તુલસી હોટલ પર ટ્રક ડ્રાઇવર પાસે 15000/- પંદર હજાર રૂપીયાની માગણી કરી ટ્રક લુટવાની ઘટના બની ચુકી છે અને હવે 4/2/21 ના રોજ ઘનશેરા ચેક પોસ્ટ પર 30 લાખના મુદામાલ સાથે ત્રણ ત્રણ ટ્રકોની લુટની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામયુ છે.
નઝીર મકરાણી દ્વારા ,આનંદ ત્રિજલાલ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાથી ઉમેદવારી કરાવતા કેટલાકને નારાજગી હતી જેનુ સીધો ફાયદો ઉઠાવતા ,PSI જી કે વસાવાએ કેટલાક લોકો સાથે પુર્વ આયોજીત કાવતરુ રચીને , નઝીર મકરાણી તેમજ નઝીર મકરાણીને પત્ની સેહનાઝ બેન મકરાણીને બે વર્ષ માટે તડીપાર કરવા ખોટી નોટીસ અપાવી છે.
PSI જી કે વસાવાની પહોચ એટલી બધી છે કે ખોટી તડીપારની નોટીસ ની તારીખ 2/2/21 હતી તેના પછી 3/2/21 અપાવવામા આવી જેના પછી 6/2/21 તારીખ અપાવવામા આવી હતી અને જવાબ રજુ કરવાની તારીખ 19/2/21 ના રોજ રાખવામા આવેલ છે . ટુકી તારીખ આપવા પરથી જ સાબીત થાય છે કે નઝીર મકરાણી તેમજ સેહનાઝ બેન મકરાણીને 19/2/21 ના રોજ જવાબ રજુ કરવાની તારીખ ના દિવસે જ તડીપાર કરી દેવામા આવશે એવુ લાગી રહયુ છે.
આનંદ ત્રિજલાલ વસાવાને ભારતીય જનતા પાર્ટીમા થી ઉમેદવારી કરાવવી શુ ગુનો છે ? . આનંદ ત્રિજલાલ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાથી ઉમેદવારી કરાવવાની “ગુનાની સજા ” રૂપે નઝીર મકરાણી અને સેહનાઝ બેન મકરાણીને PSI જી કે વસાવા બે વર્ષ માટે તડીપાર કરીને આપી રહયા છે .
સ્થાનીક સ્વરાજયની ચુટણીનો સમય હોય છતા ખોટી તડીપારની નોટીસની એકદમ નજીક નજીક મા તારીખ અપાવીને મતદાનની તારીખ 28/2/21 પહેલા જ નઝીર મકરાણી અને સેહનાઝ બેન મકરાણીને તડીપાર કરી ,આનંદ ત્રિજલાલ વસાવાને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે હરાવીને ભારતીય જનતા પાર્ટી વિરૂદ માહોલ ઉભો કરી ચુટણીમા ભારતીય જનતા પાર્ટીને નુકશાન કરવાનુ ષડયંત્ર PSI જી કે વસાવા કોના સાથે મળી ષડયંત્ર રચેલ તેની તપાસ જરૂરી છે.
ભાજપા ના રાજમા ભાજપાના જ વેપારી યુનુસ કુશાલ ની ત્રણ ત્રણ ટ્રકોને લુટવી તેમજ ,ભાજપાના ઉમેદવાર આનંદ ત્રિજલાલ વસાવાને હરાવવાનુ ષડયંત્ર રચી નઝીર મકરાણી અને સેહનાઝબેન મકરાણી ને ખોટી તડીપાર કરવુ ,ભાજપાના ” સ્વાસ્થય ” માટે સારી બાબત નથી.