

વડોદરા સ્થિત ઉદ્યોગના પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે બનાવેલ વીઈસીએલ ઈન્ફયુલેન્ટ કેનાલ નીર ઓવરફલો થઈ ને કેનાલ ની નજીક આવેલ જંબુસર તાલુકા ના નોંધણા વલીપોર ગામ ના ખેડુતો ની આશરે 250 એકર જમીન મા ફરી વળ્તા ખેડૂતો ને નુકશાની નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવાના તથા સર્જાયેલ સ્થિતી ની ખેડુતો એ પ્રાન્ત અધિકારી, મામલતદાર તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારીઓ ને રજુઆત કરતા પ્રાન્તઅધિકારી,મામલતદાર, તથા જીપીસીબી ના અધિકારીઓ ધટના સ્થળે દોડી આવી હકીકત થી વાકેફ થઈ ખેતરો મા ફરી વળેલા પાણી ના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.વડોદરા સ્થિત ઔદ્યોગિક એકમો ના પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે વીઈસીએલ ધ્વારા ઈન્ફયુલેન્ટ કેનાલ બનાવવા મા આવી છે. આ કેનાલ ધ્વારા ઔદ્યોગિક એકમ ના પ્રદુષિત નીર તાલુકા ના સારોદ ગામ નજીક દરિયા મા છોડવામા આવી રહયા છે. તાજેતર મા પડેલ અવિરત વરસાદ ના કારણે આ ઈન્ફયુલેન્ટ કેનાલ ઓવરફલો થઈ હતી. અને તેના પ્રદુષિત નીર કેનાલ ની નજીક આવેલ તાલુકા ના નોંધણા વલીપોર ના ધરતીપુત્રો ની આશરે 250 એકર ખેતીલાયક જમીન મા ફરી વળ્યા હતા.આ બાબતે ધરતીપુત્રોએ જંબુસર પ્રાંતઅધિકારી એમ.બી.પટેલ, મામલતદાર વિનોદભાઈ પરમાર તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને રજુઆત કરતા પ્રાંત અધિકારી એમ.બી.પટેલ, મામલતદાર વિનોદ પરમાર તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના વડોદરા સ્થિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને હકીકત થી વાકેફ થઈ ને ગ્રામ પંચાયત ના તલાટી ને કાર્યવાહી કરી રિપોર્ટ કરવાની સુચાના પ્રાંત અધિકારીએ તથા મામલતદારે આપી હતી.જયારે ઘટના સ્થળે દોડી આવેલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારીઓ એ ખેતરો મા ઘુસી ગયેલ પ્રદુષિત નીર ના નમુના લઇ ને આગળ ની કાર્યવાહી કરાવવા ની તજવીજ હાથ ધરી હતી. ખેતરો મા કેનાલ ના ઓવરફ્લો નીર ફેલાઈ જતા નુકશાની નો સામનો કરી રહેલા નોંધણા વલીપુર ના ધરતીપુત્રોએ વીઈસીએલ કંપની પાસે નુકશાની ના વળતર ની માંગ કરી હતી.