ભાડભૂત બેરેજ માટે જમીન જમીન સંપાદન પૂર્વે બજાર કિંમત રિવાઇઝ કરવા માંગ કરાઈ હતી. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત નર્મદા નદી ડાબા કાંઠા ની પાળા જમીન સંપાદન કરતા પૂર્વે નવા ભાવ જંત્રી પ્રમાણે રિવાઇઝ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જમીન સંપાદન અધિનિયમ -2013 ની કલમ 26 સ્પષ્ટ ઉલ્લેખ સાથે જમીન ભાવ વધારો કરવા અંકલેશ્વર ના 10 થી વધુ ગામના આગેવાનો જિલ્લા સમાહર્તા માંગ કરી હતી.અંકલેશ્વર તાલુકા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારો સાથે સોમવાર ના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત નર્મદા નદી ના ડાબા કાંઠા ની પાળાની યોજનામાં સંપાદનની પ્રક્રિયા જમીન સંપાદન અધિનિયમ -2013 ની કલમ 26 પ્રમાણે ની પ્રક્રિયા કરવા બાબત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જમીન સંપાદન ની પ્રક્રિયા આગામી દિવસો માં કરવામાં આવનાર છે. એ પહેલા ફરજીયાત પણે બજાર કિંમત રિવાઇઝ કર્યા પછી જ સંપાદન કરવાની પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જેથી અસરગ્રસ્ત ખેડૂતો ખાતેદારો ને અન્યાય નહિ થાય અને આ પ્રક્રિયા જ્યાં સુધી કરવામાં નહિ આવે ત્યાં સુધી સંપાદન પ્રક્રિયા કરવામાં ના આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.અંકલેશ્વર તરીયા, ધંતુરીયા, બોરભાઠા બેટ બોરભાઠા ગામ, સરફુદ્દીન , સક્કરપોર ભાઠા સહીત ના 10 થી વધુ ગામ ની જમીન છેલ્લા 30 વર્ષથી નર્મદા નદી માં ધોવાણ જતી રહી છે. ત્યારે બચેલી જમીન તેના જીવન નિર્વાહ માટે અગત્યની હોવા છતાં જમીન ધોવાણ અટકે તેમજ સરકારની મહત્વકાંક્ષી યોજના પણ પરિપૂર્ણ થાય તેમાં કોઈ બાધા ના ઉત્પન્ન થાય તે પૂર્વે જ ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે જિલ્લા કલેક્ટર ને રજુઆત કરી હતી. જેમાં નિપુલ ભાઈ પટેલ, કયુમન કેરાવાલા, પ્રફુલભાઇ પટેલ, બચુભાઈ પટેલ, બહેચરભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી. મોડિયા ને આવેદનપત્ર પાઠવ્યું હતું ને પોતાની મૌખિક રજૂઆત પણ કરી હતી.
ભાડભૂત બેરેજ માટે જમીન સંપાદન પૂર્વ બજાર કિંમત રિવાઈઝ કરવા માંગ..
Views: 82
Read Time:2 Minute, 55 Second