ભરૂચનાં કુરચણ ગામ ખાતેથી રીઢા બાઇક ચોરના સાગરીતને બાઈકના સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ
ભરૂચ શહેરમાં વધતા જતા બાઇક ચોરીના બનાવો સામે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે, બાઇકોની ચોરી કરી સ્પેરપાર્ટનું વેચાણ કરતા તત્વો પોલીસની પકડમાં આવી રહ્યા છે, બાઇક ચોરીના ગુનામાં ઈતિહાસ ધરાવતો રીઢો ગુનેગારનો સાગરીત આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામ ખાતેના અલ્વીહુસેન ફળિયામાં રહેતા સીરાજ મોહમ્મદ ઇસ્માઇલ નામના આરોપીની બાઇકોના સ્પેરપાર્ટ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી ભરૂચ શહેરની બાઇક ચોરીનો ભેદ ઉકેલી તેની પાસેથી ૪૮,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વનું છે કે સીરાજ પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ભરૂચના વાતરસા કોઠી ગામ ખાતે રહેતો અને હાલ પોલીસ પકડથી ભાગતો ફરતો અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદભાઈ પટેલ સાથે મળી જૂની મોટર સાયકલોનું લે-વેચ કરતો અને અબ્દુલ જે મોટરસાયકલ ચોરીને લાવતો તેના સ્પેરપાર્ટ તે કાઢીને વેચી દેતો હોવાનું સામે આવ્યું છે, હાલ પોલીસે સમગ્ર મામલે સીરાજની ધરપકડ કરી તેની પૂછપરછ હાથધરી છે.