******* ભરૂચ: જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઈપલાઈન, પાક મુલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર જેવા ઘટકો માટે તા.૦૭/૦૮/૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની ૧૧૦ ટકાની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ થાય તે મુજબ નક્કી થયેલ છે. જેને ધ્યાને લઈ ભરૂચ જિલ્લાના ખેડૂતો જે ઘટકોનો લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવી.
વધુ જાણકારી માટે આપના તાલુકાનાં વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવો. આમ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાઓનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભરૂચની અખબારી યાદીમાં જણાવાયું છે.