ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં નર્મદા મૈયા બ્રિજ પર ખાનગી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બસ દોડતી જોવા મળી હતી. જેનો જાગૃત કાર ચાલકે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બસ ચાલક સામે ગુનો નોંધીને પોલીસે ભાવનગરના ખાનગી લક્ઝરી બસ ચાલકની ધરપકડ કરી હતી. ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ માર્ગ પરથી માત્ર એસટી બસને જવા માટે પરવાનગી આપ્યા બાદ અકસ્માતના બનાવોમાં વધારો થયો હતો. જેથી વહિવટી તંત્રએ એક જાહેરનામુ બહાર પાડીને દરેક વાહનોને 40 કિમીની ઝડપે પસાર થવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે આ માર્ગ પરથી માત્ર સરકારી એસટી બસોને જ પસાર થવા માટે પરવાનગી આપી છે. તેમ છતાંય અમુક ખાનગી બસના ચાલકો બ્રિજ ઉપર ઘૂસી આવતા હોય છે. ત્યારે ગત 21મી જૂનના પહેલા ગુરુકૃપા ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસના ચાલકે નર્મદા મૈયા બ્રિજ પર પુરપાટ 70થી 80ની ઝડપે ગાડી હંકારી હતી.જોકે બ્રિજ પર ખાનગી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ખાનગી બસનો એક જાગૃત કાર ચાલકએ વીડિયો બનાવ્યો હતો. તે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાબતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુરુકુપા ખાનગી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્યાર બાદ લક્ઝરી બસના નંબર આધારે ભાવનગરના પાલીતાણા ખાતે જમણવાવ ખાતે રહેતા જીતેન્દ્ર પ્રવીણ ચુડાસમાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતિબંધ છતાં ધમધમાટ બ્રિજ પર દોડ છે બસો:ભરૂચ અને અંકલેશ્વર જોડતા નર્મદામૈયા બ્રિજ પર ખાનગી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બસ દોડતી જોવા મળી, પોલીસે બસ ચાલકની ધરપકડ કરી
Views: 111
Read Time:2 Minute, 3 Second