મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી

Views: 78
0 0

Read Time:7 Minute, 45 Second

મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે વ્યસનમુક્તિ માટે, અંધશ્રધ્ધા તેમજ કૂરિવાજો દૂર કરવા માટે જાગૃત બને તેવી હાકલ કરી -: સાંસદશ્રી મનસુખભાઈ વસાવા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચ ખાતે બેન્ક લીંકેજ કેમ્પ દરમિયાન ૩૪૩ સખીમંડળોને રૂ.૩૭૨.૧૦ લાખની રકમનું લોનનું ધિરાણ અપાયું : મહાનુભાવોના હસ્તે લોન ધિરાણના ચેકો એનાયત કરાયા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચઃશુક્રવારઃ- નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર સ્વસહાય જુથો માટે બેન્ક લીંકેજ અન્વયે જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે અને નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બેન્ક લીંકેજ કેમ્પ દરમિયાન ૩૪૩ સખીમંડળોને રૂ.૩૭૨.૧૦ લાખની રકમની લોનનું ધિરાણના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્ટેજ પરથી ૧૬ જેટલાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજુરીના ચેક એનાયત કરાયા હતા. ઉપરાંત બેન્ક સખી, NRLM યોજનાના શ્રેષ્ઠ કર્મચારી અને બેન્ક ઓફ બરોડા હાંસોટ, નેત્રંગ, અંકલેશ્વર તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક નેત્રંગના બ્રાન્ચમેનેજરશ્રીઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાનના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં સરકાર અને ભરૂચ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહયો છે. સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને બિરદાવી હતી. સાંસદશ્રીએ બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે વ્યસનમુક્તિ માટે, અંધશ્રધ્ધા તેમજ કૂરિવાજો દૂર કરવા માટે જાગૃત બને તેવી હાકલ કરી હતી. તેમણે સ્ત્રી શક્તિના અનેક દ્રષ્ટાંતો સાથે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલે બહેનો કેવી રીતે પગભર થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. હજારો બહેનો સખીમંડળ થકી પગભર થઈ રહી છે તેમ જણાવી શ્રી દુષ્યંતભાઈ પટેલે મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાનાં વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની રાજ્ય સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી. તેમણે મહિલાઓ અને બાળ કલ્યાણ વિભાગની અનેકવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ મેળવી સુરક્ષિત બનવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલે કેન્દ્ર તથા રાજ્ય સરકારની મહિલા વિષયક વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ ભરૂચ જિલ્લામાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશનની કામગીરીની વિસ્તૃત વિગતો આપી ક્રેડિટ કેમ્પની સફળતા ઈચ્છી હતી. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલી હોય છે, તેમના ક્ષેત્રમાં તેઓને વધુને વધુ આગળ વધારવાના હેતુથી બેન્કો દ્વારા લોનની સહાય આપવામાં આવી રહી છે. મહિલાઓએ વધુ પ્રમાણમાં આ યોજનાનો લાભ લેવો જોઈએ.લીડ ડીસ્ટ્રીક્ટ મેનેજરશ્રી જીગ્નેશભાઈ પરમારે મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેની માહિતી આપી પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોત યોજના અને સુકન્યા સમૃધ્ધિ યોજનાઅંગે ઉપયોગી માહિતી પુરી પાડી હતી. આ વેળાએ જય અંબે સખીમંડળ નેત્રંગના અનિલાબેન વસાવાએ એમ્બ્રોડરી વર્ક કરીને પોતાના જુથે કેવી રીતે રોજગારી પ્રાપ્ત કરી તે અંગે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.વી.લતાએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું. અંતમાં આભારવિધિ જિલ્લા લાઈવલીહુડના મેનેજરશ્રીએ કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીતનું ગાન થયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા લાઈવલીહૂડ મિશનના ડીએલએમશ્રી પ્રવિણભાઈ વસાવા. અંકિતાબેન દવે, આગેવાન પદાધિકારીઓ, વિવિધ બેન્કોના અધિકારીઓ અને સખીમંડળ તથા સ્વસહાય જુથની બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ બાદ સખીમંડળ ધ્વારા યોજિત પ્રદર્શનનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના ફાયર કર્મીઓની વીજળીક હડતાળ, માગ સંતોષાતાં જ સમેટાઇ ગઇ

Fri May 20 , 2022
Spread the love             અંકલેશ્વર DPMC ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાયર ફાઈટરો અને સ્ટાફ ગુરૂવારે પગાર વધારો, ઇન્ક્રીમેન્ટ, પગાર સ્લીપ, મેડિકલેઇમ સહિતની માંગણીઓ સાથે વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ઔદ્યોગિક એકમોમાં અંકલેશ્વર અને પનોલીમાં સર્જાતી ઘટનામાં જાનમાલની સુરક્ષા માટે સતત દોડતા અને આગ ઉપર કાબુ મેળવતા અંકલેશ્વર DPMC ના કર્મચારીઓ […]

You May Like

Breaking News

error: Content is protected !!