જંબુસર તાલુકાના ટૂંડજ ગામે ગ્રામ પંચાયતમાં અરજી કરનાર યુવાનને મરણતોલ માર ખાઈને કિંમત ચુકાવી પડી હોવાની ઘટના સામે આવી છે. ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યોએ યુવાનને ઢોર માર મારતા સારવાર માટે વડોદરા ખસેડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ટૂંડજ ગામનાં સુરેશ ડાહ્યાભાઈ વાઘેલાએ ગ્રામ પંચાયતમાં કોઈ બાબતે અરજી કરી હતી. જેની રીશ રાખી ડેપ્યુટી સરપંચના પરિવારે આ યુવાનને નિશાન બનાવ્યો હતો. શુક્રવારે સુરેશને પકડી ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યો કેસરીસંગ ફતેસંગ સિંધા, તોસિફ, આસિફ અજિત સિંધા, શફિક અજિત સિંધા, સાદીક ઉદેસંગ સિંધા અને મુન્ના ઉર્ફે મામા તેના ઉપર તૂટી પડ્યા હતા. લાકડીથી માર મારી સુરેશને અધમુઓ કરી દીધો હતો.ઇજાગ્રસ્તને તેની માતા અને વૃદ્ધ પિતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરાઈ છે. જોકે આ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ઇજાગ્રસ્ત યુવાન અમે તેના માતા-પિતાએ ડેપ્યુટી સરપંચના પરિવારનાં 6 સભ્યોએ જ ઢોરમાર માર્યો હોવાનો નામ જોગ આક્ષેપ કર્યો છે.
જંબુસરનાં ટૂંડજની પંચાયતમાં અરજીની રીશ રાખી 6 લોકોએ યુવાનને લાકડીઓથી મારી મારીને અધમુઓ કરી નાખ્યો
Views: 64
Read Time:1 Minute, 40 Second