અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલા યોગી એસ્ટેટના એક ગોડાઉનમાંથી રૂરલ પોલીસે 194 ડ્રમમાં ભરેલા મિક્સ સોલ્વન્ટનો જથ્થો કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી. રૂપિયા 7.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર રૂરલ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટમાં પ્લોટ નંબર 23ના એક ગોડાઉનમાં શંકાસ્પદ લીક્વિડ કેમિકલ ભરેલા ડ્રમ પડેલા હોવાની માહિતી મળી હતી. જે આધારે રૂરલ પોલીસે ગોડાઉનમાં દરોડા પાડતા 194 નંગ ડ્રમ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા પાણી જેવા રંગનું પ્રવાહી ભરેલા જોવા મળ્યું હતું. પોલીસે સ્થળ પરથી એક શખ્સની પૂછપરછ કરતા આ મુદ્દામાલ લલિત રમેશ સતાણીનો હોવાનું જણાવ્યું હતું.આ ડ્રમમાં ભરેલા કેમિકલ અંગે પૂછપરછ કરતા તેણે મિક્સ સોલ્વન્ટ હોવાનું જણાવ્યું હતું. રૂરલ પોલીસે આ મિક્સ સોલ્વન્ટના જથ્થા અંગેના બિલ કે પુરાવા માંગતા તેણે રજુ નહિ કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસ રૂપિયા 7 લાખ 76 હજારની કિંમતના મિક્સ સોલ્વન્ટ લીક્વિડ ભરેલા 194 નંગ ડ્રમ કબ્જે કરી લલિત સતાણીની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના યોગી એસ્ટેટના ગોડાઉનમાંથી 7.76 લાખનો મુદ્દામાલ ઝડપ્યો; સાથે એક ઇસમને દબોચ્યો
Views: 142
Read Time:1 Minute, 46 Second