ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પૂર્વ કર્મચારીની દહેજ સ્થિત કંપની ભારત રસાયણ ભૂતિયા જોડાણ મારફતે અત્યંત એસિડિક પાણી છોડતાં ઝડપાઇ હતી. ભારત રસાયણમાં ચાલતી પાણી નિકાલની પ્રવૃતિમાં આ જ અધિકારીની માલિકીની પાનોલીની વિઝયુઅલ ફાર્મા કંપનીની પણ સંડોવણી બહાર આવી હતી.પર્યાવરણને નુકશાન કરવા બદલ બંને કંપનીઓને મળીને કુલ 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દહેજ જીઆઇડીસીમાં ઉદ્યોગોના પાણીનો નિકાલ કરતી પાઇપલાઇનમાં સમસ્યા સર્જાતાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને જીપીસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ભારત રસાયણ કંપનીમાંથી ભૂતિયા જોડાણ મારફતે અત્યંત એસિડિક પાણીનો નિકાલ થતો હોવાનું બહાર આવ્યું હતું.ભારત રસાયણ કંપની જીપીસીબીના પૂર્વ ઉચ્ચ અધિકારી એમ.એસ.શુકલા ની માલિકીની છે. આ અધિકારીએ જીપીસીબીની ટીમને રોકી તેમની સાથે માથાકુટ કરી હોવાનું પણ સામે આવ્યું છે.જીપીસીબીના કર્મચારીઓ દિવાલ ઓળંગીને કંપનીમાં પ્રવેશ્યાં હતાં અને તપાસ કરતાં એસિડની અત્યંત માત્રાવાળા પાણીનો નિકાલ થતો ઝડપાયો હતો. ભારત રસાયણમાં પાણીના નિકાલમાં આજ અધિકારીની માલિકની પાનોલીની વિઝયુઅલ ફાર્માનું નામ ખુલતાં ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. ભારત કેમિકલ કંપનીને કલોઝર નોટીસ આપી વીજળી અને પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યાં છે.બંને કંપનીઓ એકબીજાની સાંઠગાઠમાં નિયમોનો ભંગ કરી અત્યંત એસિડિક અને નુકશાનકારક પાણીનો નિકાલ કરતાં હોવાથી વધુ તપાસ કરવામાં આવી હતી.GPCBએ બંને કંપનીઓને કલોઝર નોટિસ આપી પર્યાવરણને નુકશાન બદલ રૂ.50 લાખનો દંડ ફટકાર્યો છે.
દહેજમાં પૂર્વ અધિકારીની જ કંપનીએ એસિડિક પાણી છોડતાં ક્લોઝર નોટિસ આપી 50 લાખનો દંડ ફટકારાયો
Views: 233
Read Time:2 Minute, 21 Second