ભરૂચ શહેરમાં છેલ્લાં કેટલાંય વર્ષ ઉપરાંતથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. જોકે, હવે ચોમાસુ માથે છે ત્યારે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા શહેરના બાકી કામોને વહેલી તકે પુર્ણ કરવાની કવાયત હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ભરૂચના કુકરવાડા જવાના રોડ પર ગેલાની તળાવ પાસે પાઇપ લાઇન નાંખવા માટે ખોદકામ કરાઇ રહ્યું હતું.બે શ્રમજીવીઓ માટી બહાર ઉલેચી ઢગલો કર્યો હતો. અરસામાં તે માટી તેમના પર જ ધસડી પડતાં સુરેશ વસાવા અને પવન વસાવા નામના બે શ્રમિકો તેની નીચે દટાઇ ગયાં હતાં. ઘટનાને પગલે તુરંત ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગને તેમજ 108ને જાણ કરવામાં આવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં.બન્નેને ભારે જહેમત બાદ બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સુધારા પર હોવાનું માલુમ પડ્યું હતું.
ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વેળા માટી ધસી પડતાં 2 શ્રમજીવીઓ દટાયા
Views: 79
Read Time:1 Minute, 21 Second