તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામે ભેંસોને ઘાસચારો નાખવાના મામલે ઝપાઝપીમાં મારક હત્યારો ઊછળ્યા.
દાતરડી અને લાકડી વડે જીવલેણ હુમલામાં ત્રણ ને ઇજા.
રાજપીપળા, તા. 6
તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામે ભેંસોને ઘાસચારો રાખવાના મામલે ઝપાઝપી થતા તેમાં દાતરડી તેમ જ લાકડી વડે જીવલેણ હુમલો માં ત્રણને ઈજા થવા પામી છે.આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદી નોંધાઈ છે.જેમાં ફરિયાદી ગંગાબેન અંબુભાઈ શંકરભાઈ બારીયા (રહે, ફતેપુરા )એ આરોપી અરવિંદભાઈ અંબુભાઈ બારીયા (રહે, ફતેપુરા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી તથા સાહેદ અંબુભાઈ સાથે પોતાના ઘરે ભેંસોને ઘાસચારો નાખવા માટે જતા હતા, ત્યારે આરોપી અરવિંદભાઈએ મારા ઘરે આવવું નહીં તમારી જ્યાં રહેવું હોય ત્યાં રહે જો તેમ કહી મા બેન સમાણી ગાળો બોલી અંબુભાઈ સાથે ઝપાઝપી કરતા ધક્કો મારી દેતા તેના ઘરના આંગણામાં પાડી વાગી જતા સાધારણ ઇજા થયેલ. તે વખતે ફરિયાદી ગંગાબેન છોડાવવા વચ્ચે પડતા ગંગાબેનને પણ આરોપીના હાથમાંની દાતરડીનો લાકડાનો હાથો વાગી જતા જમણા હાથથી કાંડા પાસે વાગી જતાં ઈજા થયેલ તે વખતે બૂમાબૂમ થતા વધુ મારા મારા માંથી છોડાવવા ડાહ્યાભાઈ વચ્ચે પડતા આરોપીએ નજીકમાં પડેલ લાકડી વડે કપાળના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા