ભરૂચ જિલ્લા પોલીસે 17 સ્થળેએથી દેશી દારૂ અને વોશ મળી કુલ 6 મહિલા સહીત 12 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ બુટલેગરો ફરાર થઇ ગયા હતા.પોલીસે અંકલેશ્વરના ઝાડેશ્વરીયા બેટ મંદિર ફળિયામાં રહેતી મહિલા બુટલેગર ગંગાબેન પરસોત્તમ વસાવા અને ભાનુબેન રમેશ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. બંને સ્થળોએથી પોલીસે 375 લિટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે નવા પુનગામ મંદિર ફળીયામાં રહેતી મહિલા બુટલેગર રશ્મિબેન કાંતિ વસાવા અને નવા કાસીયા ગામના મોદી ફળીયામાં રહેતો બુટલેગર મહેશ દલસુખ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી 153 લિટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો.પોલીસે ભરૂચના કુકરવાડા, ઝઘડિયાના શાંતિ નગર, નેત્રંગના કુરી ગામ, ભોટ નગર અને પાલેજના ટંકારીયા, ઝઘડિયાના જરસદ, બામલ્લા તેમજ વાગરાના પખાજણ, જંબુસરના પિલુદ્રા, વાલિયાના ધોળ ગામની સીમમાંથી દેશી દારૂ અને વોશનો જથ્થો કબ્જે કર્યો હતો. આમ પોલીસે કુલ 17 સ્થળેથી મળી 2463 લિટર વોશ અને 48 લિટર દારૂ મળી કુલ રૂ. 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં 17 સ્થળેથી 2463 લિટર વોશ અને 48 લિટર દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત, 6 મહિલા સહિત 12 બુટલેગરો ઝડપાયા
Views: 74
Read Time:1 Minute, 38 Second