અંકલેશ્વર ઓએનજીસી ઓવર બ્રિજની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહયાં છે. ચોમાસા દરમિયાન અંકલેશ્વર શહેર ને જોડાતો પીરામણ માર્ગ આમલાખાડી છલકાતાં જ બંધ થઇ જાય છે. ગડખોલ બ્રિજ પર વાહનો અવરજવર વધતા ચક્કાજામની પરિસ્થિતિ ઉદ્દભવતી હોય છે. અંકલેશ્વર શહેરમાંથી જીઆઇડીસી તરફ કે ભરૂચ તરફ જવા માટે માત્ર ત્રણ રસ્તા હતા જેમાં એક ઓએનજીસી બ્રિજ સૌથી વધારે મહત્વ નો અતિ વ્યસ્ત બ્રિજ હતો રોજના હજારો વાહનોની અવરજવર હતી.ભરૂચ- અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 ના સંભવિત વિસ્તૃતીકરણ ને લઇ માર્ગ 6 લેન કરવા માટે બોક્સ ઉભા કરવા ઓએનજીસી બ્રિજ ને 3 મહિના પૂર્વે તોડી પાડવામાં આવ્યો હતો. શહેરમાં આવવા માટે અન્ય બે રસ્તા પીરામણ ગામ થઈને જીઆઇડીસીમાં જઈ શકાય કે હાઇવે પર જઈ શકાય છે. ત્યાં તો હવે સુરવાડી -ગડખોલ ટી બ્રિજ પરથી જવું પડે છે. આ વચ્ચે ટી બ્રિજ પર વારંવાર ચકકાજામ સર્જાઈ જાય છે. તો ચોમાસાની ઋતુમાં પિરામણ નો અન્ડરબ્રિજ આમલાખાડી ઓવરફ્લો થવા ના કારણે વારંવાર બંધ થઈ જાય છે.આ વચ્ચે ઓએનજીસી બ્રિજ તોડી પાડ્યા બાદ તેમાં આપવામાં આવેલ ડાઈવર્ઝન પણ સાંકડો બન્યો છે.જ્યાં હાલમાં જ બ્રિજની માટી ધસી પડી હતી તો પાણીનો ભરાવો થઇ જાય છે. જેને લઇ વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે. આ વચ્ચે શહેર ની સ્થિતિ ને જોઈ જે પ્રમાણે બ્રિજ ની કામગીરી ઝડપ થી થવી જોઈએ .8 મહિના ની મુદ્દત મુજબ ચોમાસા ને લઇ વધુ માં વધુ 1 વર્ષ માં કામ પૂર્ણ થવું જોઈએ તે શક્ય બન્યું છે. ઇજારદાર દ્વારા કામગીરી અત્યંત ગોકળગતિએ કરતા બ્રિજની કામગીરી દોઢ વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે.
ઓએનજીસી બ્રિજની કામગીરી દોઢ વર્ષ ચાલશે
Views: 93
Read Time:2 Minute, 23 Second