અંકલેશ્વરના પાનોલીમાં રૂપિયા 300 ની લેતીદેતી મામલે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.ઉધાર લઈ ગયેલ સમાનના રૂપિયા ન આપતા દુકાનદારે ગ્રાહકની છરીના ઘા મારી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 300 રૂપિયાની લેવડ દેવડ મામલે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ચકચારી બનાવની વિગતો પર નજર કરીયે તો અંકલેશ્વરના પાનોલીમાં આવેલ વીસ કોલોની નજીક ગલ્લો ચલાવતો સચિન વસાવા આ જ વિસ્તારમાં રહેતા પરવેઝ શહેરી પાસે ગયો હતો અને પરવેઝ શહેરીએ તેના ગલ્લા પરથી ઉધાર લીધેલ સામાનના બાકી રૂપિયા 300 બાબતે બોલાચારી કરી તકરાર કરી હતી અને ઉશ્કેરાય જઇ પરવેઝને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા.જેમાં ગંભી રીતે ઘવાયેલ પરવેઝનું મોત નીપજયું હતું. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો અને બનાવ સંદર્ભે હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના પાનોલીમાં 300 રૂપિયાની ઉઘરાણી મામલે દુકાનદારે ગ્રાહકની હત્યા કરી..
Views: 78
Read Time:1 Minute, 38 Second