ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઇકાલથી આજ સવાર સુધી કુલ 73 મી.મી. વરસાદ ખાબકયો હતો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાથી મળેલ માહિત અનુસાર ભરૂચ પંથક સહિત દક્ષિણ ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી છે.ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપૂર હોય તેમ વરસાદી માહોલના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા હતા. જયારે આજ સવારના છ વાગ્યા સુધીના આંકડા જોતાં અંકલેશ્વરમાં 24 મિમી અત્યારસુધી કુલ વરસાદ 815, વાલિયા 04 મિમી અત્યારસુધી કુલ વરસાદ 741, ભરૂચ 15 મિમી અત્યારસુધી કુલ વરસાદ 705, નેત્રંગ 0 મિમી અત્યારસુધી કુલ વરસાદ 757, ઝઘડિયા 19 મિમી અત્યારસુધી કુલ વરસાદ 463 , વાગરા 0 મિમી અત્યારસુધી કુલ વરસાદ 555, હાંસોટ 06 મિમી અત્યારસુધી કુલ વરસાદ 879, આમોદ 02 મિમી અત્યારસુધી કુલ વરસાદ 318 , જંબુસર 03 અત્યારસુધી કુલ વરસાદ 369 મીમી વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 5065 મીમી વરસાદ પડી ચૂક્યો છે.
ભરૂચ જિલ્લામાં હાલ સુધી કેટલો વરસાદ વરસી ચૂક્યો છે…!
Views: 80
Read Time:1 Minute, 45 Second