આઇઓસીએલ રિફાઇનરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સિક્યુરિટી ગાર્ડે તેમને જાણ કરી હતી કે, પાદરિયા ગામ પાસે કેટલાંક લોકોએ જેસીબીથી ખોદકામ કરતાં કેબલ તોડી મિલ્કતની 4.50 લાખનું નુકશાન કર્યું છે. જેમાં તેમણે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, પાદરિયા ગામે આઇઓસીની જે પાઇપ લાઇન પાસ થાય છેતે જમીનના મુલ માલિક દિલીપ પટેલ છે. તેમણે જમીન સોમાભાઇ ગોહિલને ભાડે આપી છે. તેમણે તે જમીન વુડ એન્ડ વોલ કંપનીના કોન્ટ્રાક્ટર નિતીન માથુરને મજુરોને રહેવા શેડ બનાવવા ભાડે આપી છે.શેડ બનાવતી વખતે આઇઓસીના સિક્યુરિટી સુપરવાઇઝરે તેમને પાઇપાલઇન અંગે જાણ કરી ત્યાં ખોદકામ ન કરવા જણાવ્યું હતું. તેમજ ત્યાં ખોદકામ ન કરવા અને પાઇપ લાઇન અંગેનું બોર્ડ પણ મારેલું છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર નિતિન માથુર, તેમના સુપરવાઇઝર ,ગિરીષશ તેમજ જેસીબી ઓપરેટર હસમુખે ગટરનું પાણી કાઢવા ખોદકામ કરતાં નુકશાન થયુંહતું. જેના પગલે તેમણે દહેજ પોલીસમાં ફરિયાદ આપી હતી.
Next Post
ત્રાલસી ગામે ડમ્પરની ટક્કરે સુપરવાઇઝરનું મોત
Thu Jun 2 , 2022
ત્રાલસી ગામે ડમ્પરની ટક્કરે સુપરવાઇઝરનું મોત ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસી ગામનીસીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં એક ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર હંકારતાં સુપરવાઇઝરનું કચડાઇ જતાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે સીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું […]