સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપળા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને મંત્રી પ્રહલાદ જોષીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટર એચ. કે. વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે સહિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા પ્રહલાદ જોષીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ક્રૃષિ, કૌશલ્ય વર્ધન, માળખાગત સુવિધાઓ અને ફાઇનાન્સીયલ ઇન્કલુઝન વગેરે ક્ષેત્રોમાં નિર્ધારિત પેરામીટર્સ મુજબની લક્ષ્યાંક સિધ્ધી હાંસલ કરીને નર્મદા જિલ્લો એસ્પિરેશલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અમલમાં મુક્યો છે, જેમાં દેશના 112 જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લો 11 માં સ્થાને હોવાની સાથે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, જીવન જ્યોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજનાઓનો મહતમ લોકો લાભ લે તે દિશાના સઘન પ્રયાસો હાથ ધરવાની સાથે જિલ્લામાં કૃર્ષિ, આરોગ્ય, શિક્ષણ, આઇ.સી.ડી.એસ વિભાગો પરિણામલક્ષી કામગીરી કરે તે માટે સુચારૂં આયોજન ઘડી કાઢવા મંત્રી જોષીએ જણાવ્યું હતું.
એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં નર્મદા જિલ્લો પ્રથમ આવે તેવું કામ કરવા મંત્રીનું આહવાન
Views: 85
Read Time:3 Minute, 4 Second