ત્રાલસી ગામે ડમ્પરની ટક્કરે સુપરવાઇઝરનું મોત ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસી ગામનીસીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં એક ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર હંકારતાં સુપરવાઇઝરનું કચડાઇ જતાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે સીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતુંઉ જેમાં સાગર ટ્રાન્સપોર્ટના ડમ્પરનો ડ્રાઇવર વિનયકુમાર પન્નાલાલ વર્મા માટી ભરવા માટે ગાડી લઇ જતો હતો. તે વેળાં કાોઇ કારણસર તેણે બેદરકારી દાખવતાં ત્યાં કામ કરી રહેતો જાલંધર લલઇ કોલ નામનો સુપરવાઇઝર ડમ્પરની ટક્કરે આવી જતાં ચકદાઇ ગયો હતો.તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ટ્રાન્સ્પોર્ટર ભાવેશ ધડુકે બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Next Post
ભરૂચની નર્મદા ચોકડી પાસે એસટી બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ ટળી.
Sat Jun 4 , 2022
ભરૂચની નર્મદા ચોકડી પાસે આજે એક એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરી મચી હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાનિ અટકી હતી. ડ્રાઈવર પણ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.ભરૂચની નર્મદા ચોકડી પાસેથી એસટી બસ અંકલેશ્વર ડીઝલ ભરાવવા જઈ રહી હતી. તે સમયે […]
You May Like
-
4 years ago
અણખીથી 6 લાખના દારૂ સાથે ક્લિનર સહિત બે ઝડપાયા..