31ડિસેમ્બરને ધ્યાનમાં રાખી આખા અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેમજ સમગ્ર અમદાવાદમાં નાઈટ કર્ફ્યુ હોવા છતાં મોડીરાતે મેઘાણીનગરમાં 1કરોડ 78 લાખના સોનાના દાગીનાના પાર્સલની લૂંટ કરી લૂંટારા બિંદાસ્ત ફરાર થઈ ગયા હતા. તો બીજતરફ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં પૈસાની લેતીદેતી બાબતે એક યુવકની બંદૂકની ગોળીયો વીંઝી ક્રૂર હત્યાં કરી દેવાતા અમદાવાદનાં નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તો બીજીતરફ અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને નાઈટ કરફ્યુ હોવા છતાં બદમાશો દ્વારા લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ અપાતા કહી શકાય કે પોલીસ નિષ્ક્રિય અને ઊંઘતી ઝડપાઈ હતી.
મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં પહેલાથીજ નાઈટ કર્ફ્યુ યથાવથ છે અને 31 ડિસેમ્બર ને ધ્યાનમાં રાખી નવા વર્ષની ઉજવણી રાત્રે 9 વાગ્યાં સુધી કરવાનો જાહેરનામો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેથી સમગ્ર અમદાવાદમાં પોલીસનો ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં અમદાવાદનાં રામોલ વિસ્તારમાં પૈસાની લેતી દેતીની બાબતમાં બે શખ્સોએ બંદૂક થી 6 જેટલી ગોળીયો ફાયર કરીને જસવંતસિંહ ઠાકુર નામનાં વ્યક્તિની ક્રૂર હત્યાં કરી નાખી હતી. આ ઘટનામાં રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાની ઘટનાને અંજામ આપનારા બંને શખ્સો (1) અર્પણ પાંડે અને (2)સુશીલ ઠાકુરને ઝડપી પાડ્યા હતા. આ હત્યાની બનેલી ઘટનાને લીધે સમગ્ર રામોલ વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.
તો થોડાજ કલાકો બાદ રાત્રીના સમયે મેઘાણીનગર વિસ્તારમાં એર કાર્ગો પાસે ત્રણેક જેટલા લોકો કુરિયરવાળાને મારમારી 1.78 કરોડના સોનાના પાર્સલ લૂંટી લેવાની ઘટના બની હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વિદ્યાધર શર્મા અને તેમના પાર્ટનર સુરેશકુમાર ચૌધરી છેલ્લા બે વર્ષથી સાથે મળી જયમાતાજી લોજિસ્ટિક અને જયમાતાજી એર આમ અલગ અલગ બે કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે. આ કંપનીમાં તેઓ સોનાચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા લઈ જવાનુ કામ કરે છે. આમ રાજકોટ વાળી કંપનીના બે પાર્સલ અને અમદાવાદ વાળી કંપનીના બે પાર્સલો આવે તે ભેગા કરીને એરકાર્ગો ખાતે લાવતા હોય છે. અને પછી જે તે જગ્યાનું એડ્રેસ હોય ત્યાં તેઓ પાર્સલ ડિલિવરી કરતા હોય છે. આવીજ રીતે આ બંને પાર્ટનરો પોતાના માણસો થકી સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ પાર્સલો મોકલતા હોય છે.
આવીજ રીતે ગત મોડીરાતે સોનાના પાર્સલની ડિલિવરી દિલ્હી ખાતે કરવાની હોવાથી વિદ્યાધર શર્મા અને તેમની સાથે એક અન્ય વ્યક્તિ પાર્સલ લઈને એરકાર્ગો તરફ જતા હતા ત્યારે થોડેજ દૂરથી ત્રણ જેટલા લોકો બાઈક ઉપર બેસીને આવ્યા અને કોઈપણ વાતચીત કર્યા વગર વિદ્યાધર શર્મા અને તેમના કર્મચારીને દંડા વડે માર મારવા લાગી ગયા અને ત્યારબાદ તેમના હાથમાંથી સોનાના દાગીનાના પાર્સલો લૂંટી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત વિદ્યાધર શર્મા અને તેના સાથી કર્મચારીએ ફોન કરીને જાણ કરતા એરકાર્ગોની ગાડી આવીને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. અને સમગ્ર ઘટના વિશે સ્થાનિક મેઘાણીનગર પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનિય છે કે નાઈટ કર્ફ્યુ હોવા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લૂંટારુઓ આટલી મોટી લૂંટની ઘટનાને અંજામ આપી બિંદાસ્ત ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો સવાલ એ ઉભો થાય છે કે આખરે મેઘાણીનગર પોલીસ નાઈટ પેટ્રોલિંગ સમયે પોતાની ફરજ કેવી રીતે નિભાવી રહી હતી. કારણકે ત્રણ જેટલા લૂંટારા પોલીસનો કડક બંદોબસ્ત હોવા છતાં મોડીરાત્રે વેપરીઓને આંતરી દંડાવડે મારમારી 1.78 લાખના સોનાના દાગીનાના પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે તો કહી શકાય કે મેઘાણીનગરની પોલીસ નાઈટ કર્ફ્યુ દરમ્યાન નિષ્ક્રિય હતી. જે કંઈપણ હોય પણ 31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદમાં હત્યાં અને લૂંટની ઘટનાના લીધે અમદાવાદનાં નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેથી એટલું કહી શકાય કે આ બંને ઘટનાઓ દરમ્યાન પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.