પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી / આરોપી પકડવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટે . વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ઝગડીયા પો.સ્ટે . ગુ.ર.નં. l- ૪૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા જામીન ન મળતા ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપેલ કાચા કામના આરોપી સુરેશભાઇ જગદીશભાઇ વસાવા રહે માંડવા , વસાવા ફળીયું , તા – અંકલેશ્વર જી.ભરૂચનાને coVID – 19 કોરોના વાયરસ સામે સાવચેતી ધ્યાને રાખીને મજકુર આરોપીને નામદાર કોર્ટ ભરૂચ દ્વારા તા . ૦૧/૦૪/૨૦૨૦ નારોજ ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ જે આરોપીને તા . ૩૦/૧૨/૨૦૨૦ ના રોજ ભરૂચે સબ જેલ ખાતે હાજર થવાનું હોય છે હાજર ન થતા ફરાર થઈ ગયેલ જે આરોપીને આજરોજ તા . ૦૩/૦૧/૨૦૨૧ નારોજ માંડવા તેના ઘર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે . અને હાલની કોરોના વાયરસ ( COVID – 19 ) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો covop – 19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .
વચગાળાના જામીન પરથી ફરાર કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ…
Views: 73
Read Time:1 Minute, 57 Second