અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નો એક મુસ્લિમ પરિવાર મધમાખી ઓ માટે પાણીની પરબની ગરજ સારી રહ્યા છે. ઘરના વાડામાં ઝાડ પર લાગતા મધપૂડા પર બાઝતી માખીઓ આ પરિવારની જાણે સભ્ય બની ગઈ છે.અને આ પરિવાર દિવસ માં ત્રણ થી ચાર વખત મધમાખીઓ ને પાણી પીવડાવી તેની તરસ છીપાવી રહ્યા છે.કાળઝાળ ગરમી માં સેવાભાવી નાગરિકો જાહેર પરબ માંડે છે અને અબોલ જીવો માટે પણ પાણીના કુંડાની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નો એક પરિવાર કાળઝાળ ગરમી માં મધમાખી ઓ ને પાણી પીવડાવી મધમાખી ની તરસ છીપાવી રહયૉ છે અંદાડા ગામે રહેતા મોહમદ મુલતાની અને તેમની માતા મુનેરાબેન મુલતાની ની અનોખી સેવાએ લોકોમાં કુતૂહલ સર્જી દીધું છે.મધમાખીને ઉડતી જોતાની સાથે જ ડંખ ન મારે તે માટે સ્વબચાવ માટે સુરક્ષિત સ્થળ પર દોડી જવાનું મન થાય ત્યારે આ પરિવારની તો મધમાખી સભ્ય જ બની ગઈ હોય તેવી લાગી રહ્યું છે. ત્યારે આ મુલતાની પરિવાર ના મુનિરાબેન અને મહોમદ ભાઈ તેમજ।પરિવાર ના સભ્યો એ મધમાખી માટે પાણીની સેવા શરૂ કરતા મધમાખી હવે તેમના પરિવારનો એક હિસ્સો બની ગઈ હોય તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી રહયા છે.
અંદાડા ગામમાં મધમાખીને પાણી પીવડાવતો એક મુસ્લિમ પરિવાર
Views: 57
Read Time:1 Minute, 46 Second