ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી આવી હતી.શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી. રવિવારે ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી PI એ.કે. ભરવાડની સૂચનાથી PSI આર.એલ. ખટાણાએ 2 મહિલા પોલીસ સહિત 13 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા.ડમી ગ્રાહક સ્પા જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા તુરંત રેઇડ કરાઈ હતી. કાઉન્ટર ઉપરથી સ્પા નો સંચાલક મૂળ સુરત અને હાલ ચાવજની સ્તવન સોસાયટીમાં રહેતો પંકજ નગીન પરમાર, ભાગીદાર કરજણનો વિરેન્દ્ર સિંહ સરદારસિંહ માત્રોજા મળી આવ્યા હતા. જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે થાઇલેન્ડની 3 અને મુંબઈની એક સેક્સ વર્કર યુવતી અને બે ગ્રાહકો મળી આવ્યા હતા.પોલીસે 11 મહિનાથી સ્પાના નામે દેહ વ્યપાર ચલાવતા બન્ને ભાગીદારો, કઢંગી હાલતમાં ઝડપાયેલા 2 ગ્રાહકો અંકલેશ્વર રોશન સોસાયટીના સોયેબ યુસુફ મોહંમદ પઠાણ અને ભરૂચના મહમદી પાર્કના ઈરફાન જમાલ પિંજારાની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ કાઉન્ટર, અંગ ઝડતીમાં રોકડા અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.સાઇન સ્પામાં ચાલતાં સેક્સ સ્કેન્ડલમાં ઝડપાયેલાં બન્ને ભાગીદારો પંકજ પરમાર તેમજ વિરેન્દ્રસિંહ માત્રોજા તેમન સ્પામાં થાઇલેન્ડ-મુંબઇની સેક્સ વર્કરો પાસે ધંધો કરાવતાં હતાં. કુટણખાનામાં ગ્રાહક દિઠ 2 હજાર લેવામાં આવતાં હતાં. જે પૈકી માત્ર 1 હજાર રૂપિયા સેક્સ વર્કરોને આપવામાં આવતાં હતાં. જ્યારે 50 ટકા રકમ તેઓ કમિશન પેટે કાપી લેતાં હતાં.
ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સાઈન સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું
Views: 87
Read Time:2 Minute, 42 Second