0
0
Read Time:51 Second
પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં એસિડ ભરેલ ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ..!
ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તાર પાનોલી જીઆઇડીસી ખાતે આજે બપોરેના સમયે અચાનક એક એસિડ ભરેલ ટેન્કરના બ્લાસ્ટની ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અચાનક ટેન્કરમાં બ્લાસ્ટના પગલે સ્થળ ઉપર લોક ટોળા દોડી આવ્યા હતા અને ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી એસિડ ઉપર કંટ્રોલ મેળવ્યો હતો.