નેત્રંગથી ડેડીયાપાડા હાઇવે પર અરેઠી પાસે પડેલાં ખાડાઓનું પુરાણ તંત્રએ પેવર બ્લોક વડે કરી દીધું
નેત્રંગથી ડેડીયાપાડા હાઈવે ઉપર અરેઠી ગામના સ્ટેશન નજીક ઘણા લાંબા સમયથી હાઇવે ઉપર ત્રણ ફૂટ કરતાં પણ વધારે ઊંડાઈ ધરાવતા ખાડાઓએ માઝા મુકી હતી. તંત્રએ ઘણી વાર રોડની લીપાપોતી કરાવી હતી પરંતુ ભ્રષ્ટાચાર રૂપી ખાડા ફરી ફરીને પડી જતાં હતાં. અંતે કોન્ટકટરે રોડ ઉપર હવે પેવર બ્લોક પાથરી રોડની મરમમત કરી ધિધી છે.
ખાડાનું પુરાણ પેવર બ્લોક મુકી કરતા કોન્ટ્રાકટરે આચરેલા ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી એવું લાગી રહ્યું છે. સરકારી નોમ્સ પ્રમાણે નેશનલ હાઇવે ઉપર પેવર બ્લોક શું મુકી શકાય. રોડ બનાવવામાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કર્યો હોવાથી વારે ઘડીયે ખાડા પડ્યા કરતાં હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. નેત્રંગથી દેડિયાપાડા હાઈવે ઉપર અરેઠી પાટિયા પાસે નવો રોડ બન્યાના થોડા સમયમાં સ્ટેશન નજીક હાઇવે ઉપર ત્રણ ફૂટ જેટલાં ઉંડા ખાડા પડ્યા હતાં.
રોડ ઉપરના ત્રણ ફુટ ઊંડા ખાડા પડવાથી બાઇક ચાલક તેમજ મોટા સાધનોના વાહન ચાલકો ડ્રાઇવિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાં લાગ્યા હતાં. તંત્રને ઘણી રજુવાત બાદ પણ કોઈ નિરાકરણ ન આવ્યુ નોહ્તું. આથી સ્ટેશન પાસે વસવાટ કરતા અરેઠી ગામના ખેડૂત રાયમલ વસાવાએ પોતાના ખર્ચે રોડનું પુરાણ પણ કરાવ્યું હતું.
નેત્રંગથી ડેડીયાપાડા હાઇવે ઉપર અરેઠી પાસે પડેલાં ખાડાઓનું પુરાણ કરી રોડની મરામત કરી હતી.પરંતુ યોગ્ય કાળજી ન રાખતાં ચોમાસાના પ્રથમ વરસાદે જ રોડ ધોવાઈ ગયો હતો અને ખાડા પડ્યા હતા. અંતે કોન્ટ્રાકટરે ત્રણ ફૂટ તમામ ખાડાઓમાં પેવર બ્લોક મુકીને હાઈવે ઉપરના ઊંડા ખાડાને રોડની ઊંચાઈ સાથે સરભર કર્યા છે. ખાડાનું પુરાણ પેવર બ્લોક મુકી કર્યા છે.