Read Time:1 Minute, 7 Second
આમોદની પુરસા રોડ નવી નગરીમાં આવેલી આંગણવાડી માં વરસાદી પાણી ટપકતા નાના ભૂલકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી. આમોદમાં ગતરોજ ચાર કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આમોદમાં પુરસા રોડ નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય ધાબા ઉપરથી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું હતું.જેથી આજે સવારે આંગણવાડીમાં આવેલા નાના બાળકોને આંગણવાડી બહાર ખુરશી માં બેસાડવાની નોબત આવી હતી.જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે આંગણવાડી કાર્યકર રેખાબેન પરમારે જણાવ્યું હતું કે અમારી આંગણવાડી જર્જરિત હોવાથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.છતાં રીપેરીંગ કરવામાં આવી નથી જેના કારણે આજે વધુ વરસાદને કારણે ધાબા ઉપર નું પાણી ટપકતાં આંગણવાડીમાં પાણી થતાં બાળકોને બહાર બેસાડવા પડ્યા હતા.