ભરૂચ જિલ્લાના આમોદ માં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતો એક નબીરો જડપાયો આમોદ પોલીસે આકાશ રણજીત ઠાકોર પાસેથી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. એચ.સુથાર સાહેબ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન આકાશ રણજીત ઠાકોર ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી
પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે આમોદમાં જલારામ નગર મેલિયા નગરી મા પ્રોહિબીસન રેડ કરતાં તેના મકાનના ઉપરના માળે આવેલ પ્રથમ રૂમની તિજોરી ખોલી ચેક કરતા નીચેના ખાનામાં રાખેલ 180 એમ. એલ.ના ઇમ્પેરિયલ ના કોતર નંગ 17 તથા થ્રસ્તી ટ્રાવેલર વ્હિસ્કી ના 180 એમ.એલ.ના કોતર નંગ 10 મળી આવ્યા હતા આકાશ રણજીત ઠાકોરની પૂછતાછ કરતાં કોઈ જ પાસ પરમીટ મળી આવી ન હતી જેથી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાનું જણાઇ આવતાં આમોદ પી.એસ. આઈ. કે.એચ. સુથાર સાહેબે 27 નંગ કોતર કિંમત રૂપિયા 2700 નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે